સાણંદમાં મચ્છરોના બ્રિડિંગ મામલે 49 એકમોને નોટિસ

અમદાવાદ,તા.31 જુલાઇ 2021,શનિવાર

સાણંદની બોડ જીઆઇડીસી વિસ્તારમાં શુક્રવારે મચ્છરોના બ્રિડિંગના મામલે ૪૯ ઔદ્યોગિક એકમોને અમદાવાદ જિલ્લા પંચાયતના મલેરિયા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

જિલ્લા મલેરિયા ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ કુલ ૨૦ ટીમો દ્વારા શુક્રવારે મોટાપાયે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરાઇ  હતી. જેમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મળીને કુલ ૭૪ એકમોમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચકાસણી કરાઇ હતી. 

જેમાંથી ૪૯ એકમમાં મચ્છરોના બ્રિડિગ મળતા નોટિસ આપીને સાત દિવસમાં જરૂરી પગલા લેવા તાકિદ કરાઇ છે. ત્યાર બાદ દંડ ફટકારવામાં આવશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rJ5tOh
via IFTTT

Post a Comment

Previous Post Next Post