
રસી મુદ્દે સરકાર જ અનિર્ણિત, વારંવાર નિર્ણય ફેરવે છેં
સરકારી બાબુઓ વાસ્તવિકતા જાણ્યા વિના એસી કેબિનમાં બેસી મનસ્વી નિર્ણય કરે છે : વેપારીઓ માનસિક રીતે હેરાન
અમદાવાદ : રસીકરણના ધાંિધયાને કારણે આમ જનતા જ નહીં, પણ ગુજરાતના વેપારીઓ માનસિક રીતે ત્રસ્ત થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે વેપારીઓને 31મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કર્યો હતો.એટલું જ નહીં, રસી નહી લેનાર વેપારીઓ સામે પગલાં લેવા પણ ચિમકી ઉચ્ચારી હતી.
જેના પગલે છેલ્લા દિવસે વેપારીઓ રસી લેવા દોડધામ મચાવી હતી પણ સરકારે ફરી રસી લેવાની મુદતમાં વધારો કર્યો છે. ટૂંકમાં સરકાર જ અનિર્ણિત છે.એક વાર નિર્ણય લીધા વિના વારંવાર ફેરવી તોળે છે જેના કારણે લોકોને હેરાન થવુ પડે છે. હવે ફરી એકવાર કોર કમિટીએ નિર્ણય લેતાં વેપારીઓ માટે રસીની મુદત વધારી તા.15 ઓગસ્ટ સુધી કરાઇ છે.
ગુજરાતમાં રસીકરણના ધાંિધયા આજેય યથાવત રહ્યા છે.લોકોને રસી લેવા ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. આ સંજોગો વચ્ચે રાજ્ય સરકારે સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓને તા.31મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કર્યો હતો.
સરકારી બાબુઓએ જમીની હકીકતને જાણવ્યા વિના એસી કેબિનમાં બેસી મનસ્વી નિર્ણય કરે છે જેના કારણે લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. રસીના ડોઝ ઓછા મળે છે જેના કારણે રસી મેળવવા આમથી તેમ ભટકવુ પડે છે.
આજે છેલ્લો દિવસ હોઇ વેપારીઓ દંડના ડરથી રસી લેવા રસીકેન્દ્રો પર દોડયા હતાં. ધંધા રોજગાર છોડી વેપારીઓ,નાના વ્યવસાયકારો રસીકેન્દ્રોની લાઇનોમાં સવારથી ગોઠવાયા હતાં. કેટલાંકે તો ખાનગી હોસ્પિટલમાં નાણાં ખર્ચીને રસી લઇ લીધી હતી. આટલી દોડધામ બાદ મોડી સાંજે સરકારે વેપારીઓ માટે રસી લેવાની મુદતમાં તા.15મી ઓગષ્ટ સુધી વધારી દીધી હતી.
સરકારના બદલાતા નિર્ણયને કારણે વેપારીઓ પણ માનસિક રીતે હેરાન થઇ રહ્યા છે.વેપારીઓમાં ય સરકાર પ્રત્યે રોષ ભભૂક્યો છે. વેપારીઓને રસી લેવાની મુદતમાં વારંવાર સરકાર જ જાણે અનિર્ણિત હોય તેમ લાગી રહ્યુ છે.છેલ્લા બે મહિનામાં ત્રણ-ચાર વાર મુદતમાં વધારો કરાયો છે. આ કારણોસર સરકારની નિર્ણય શક્તિ સામે પણ સવાલો સર્જાયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j85dVd
via IFTTT
Post a Comment