મદાવાદ,મંગળવાર
નારોલમાં મોની હોટેલ પાસે મૂર્તિ બનાવતા વેપારી પર અજાણ્યા શખ્સોએ સોમવારે રાતે ગોળીબાર કર્યો હતો. પોલીસ તપાસમાં ત્રણ દિવસ પહેલા અજાણ્યા શખ્સે ફોન પર વેેપારને ધમકી આપીને પરિવારકી સુરક્ષા ચાહતા હોય તો પાંચ લાખની ખંડણી માંગી હતી, વેપારીએ સામે આવવાનું કહીને ફોનને ધમકીને હળવાશથી લેતા ત્રણ દિવસ ત્રણ શખ્સો ફાયરિંગ કરીને પલાયન થઇ ગયા હતા, જો કે સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. નારોલ પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં મૂર્તિ બનાવતા વેપારી એ મિસ લોક નંબર પર ફોન કરતા આરોપીએ ધમકી આપીને ફોન સ્વીચ ઓફ કર્યો વેપારીએ ધમકી ભર્યા ફોનને હળવાશથી લીધા હતો
ઇસનપુર વટવા રોડ પર શિવલિક ફ્લેટ પાસે કર્મભૂમિ સોસાયટીમાં રહેતા અને નારોલમાં મોની હોટેલ પાસે નામદેવ કમ્પાઉન્ડમાં કાવ્ય મૂર્તિ ગૃહ ઉદ્યાગ ભંડારના નામે મૂર્તિ બનાવવાનું કામ કરતા પરમસુખ બાબુરામ પ્રજાપતિએ ફરિયાદ નોેધાવી છે. તા.૨૩ના રોજ તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેથી વેપારીએ સાંજે તે નંબર પર ફોન કરતાં અજાણી વ્યક્તિએ હિન્દી ભાષામાં ફોન કરીને તમારો પરિવાર અમદાવાદ અને સુરત ખાતે રહે છે. પરિવારકી સુરક્ષા ચાહતા હોય તો તેમ કહીને પાંચ લાખની ખંડણી માંગી હતી, વેપારીએ સામે આવવાનું કહ્યું હતુ અને પરિવારજનોને ફોન અંગની વાત કરી હતી, ત્યારબાદઆ વાતને હળવાશથી લીધી હતી.
બીજીતરફ ગઇકાલે સામવારે આઠ વાગે ફરિયાદી પોતાના શેડમાં બેઠા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને નાસી ગયા હતા. ફરિયાદીને મોંઢાના ભાગે છરા વાગ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત નારોલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ દેશી તમંચાથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/375k8K0
via IFTTT
Post a Comment