અમદાવાદ,મંગળવાર
વસ્ત્રાપુરમાં બે કરોડની લૂંટ ચલાવનારા અંકુર મોડેસરાને બહેનના લગ્નને કારણે દેવુ થઈ જતા તેણે પૈસા મો આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. અંકુરનો મિત્ર આ કંપનીમાં નોકરી કરતો હોવાથી તે અવારનવાર કંપનીમાં જતો હતો. કંપની દ્વારા મોટી રકમ બેન્કમાંથી કઢાવવામાં આવતી હોવાની તેને જાણ હતી. જેને પગલે તેણે લૂંટનું કાવતરૃ ઘડયું હતું.
વસ્ત્રાપુર તળાવ પાસે ગ્રોમો ટેર્ડીંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાંખીને બે કરોડની લૂટ ચલાવતા ચાંદલોડીયાની તારંગાહિલ સોસાયટીમાં રહેતો અંકુર એ.મોડેસરા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. પુછપરછમાં તેણે વસ્ત્રાપુર પોલીસને કહ્યું હતું કે તેનો મિત્ર નીરવ અખબારનગર અંડરબ્રિજ પાસે આવેલી ગ્રોમો ટ્રેડીંગ કંપનીમાં કામ કરતો હતો. આથી તે અવારનવાર નીરવને મળવા તેની ઓફિસે અને બેન્કમાં જતો હતો. ગ્રોમો કંપની દ્વારા બેન્કમાંથી મોટી રકમ ઉપાડવામાં આવતી હોવાની પણ તેને જાણ હતી. જેને કારણે તેણે લૂંટનું કાવતરૃ ઘડયું હતું.
દરમિયાન ગ્રોમો કંપનીના કર્મચારી સુનિલકુમાર એસ.ચૌહાણ અને સતીષ પટણી તેમના શેઠના કહેવાથી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી એક બેન્કમાંથી રૃ.૪ કરોડ કઢાવવા ગયા હતા. તળાવ પાસે કાર પાર્ક કરીને બન્ને બેન્કમાં ગયા હતા. બેન્કમાંથી ઉપાડેલા ચાર કરોડ પૈકી બે કરોડ ભરેલી થેલી સુનિલકુમાર કારમાં મુકવા આવ્યો હતો. જ્યારે સતીષ બેન્કમાં ઉભો હતો. બીજીતરફ આરોપી અંકુરે કારમાંથી બે કરોડ લૂંટી લીધા હતા અને એક્ટીવા પર ભાગવા જતા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.
પુછપરછમાં અંકુરે પોલીસને કહ્યું હતું કે તે અગાઉ કપડાના શોરૃમમાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનને કારણે તેની નોકરી છુટી ગઈ હતી. બાદમાં તે કોલડ્રિન્ક્સનો ટેમ્પો ચલાવતો હતો. બાદમાં તે શેરબજારની ઓફિસમાં નોકરી કરતો હતો. તેની બહેનના લગ્નમાં તેણો લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આથી દેવુ થઈ જતા તેણે આ લૂંટ ચલાવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VdKsPE
via IFTTT
إرسال تعليق