લુંટ, દુષ્કર્મ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાનો આરોપી પિસ્ટલ સાથે પકડાયો

 

    

અમદાવાદ, બુધવાર

લુંટ, દુષ્કર્મ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કિશોર કે.પંચાલની ક્રાઈમ બ્રાંચે પિસ્ટલ મેગઝીન અને કારતુસ સાથે અટક કરી હતી. તેની વિરૃધ્ધ અગાઉ અમદાવાદ, વડોદરા અને ડીસામાં ચોરી અને શસ્ત્રો રાખવાના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 સાબરમતી અને ચાંદખેડામાં વાહન ચોરીના બનાવોમાં પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતા ડીસામાં રહેતા આરોપી કિશોર ઉર્ફે કે.કે.કાંતિલાલ પંચાલ(૨૯) અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસે પાટણમાં એકતા હોટેલ પાસેથી કિશોર પંચાલની અટક કરી હતી. પોલીસે પુછપરછ કરતા તેણે ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાંથી તેના સાગરીત નરેશ ગર્ગ સાથે મળીને ત્રણ વાહનોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેણે ગેરકાયદે પિસ્ટલ અને કારતુસ પોતાના ચાંદખેડામાં રહેતા સંબંધી પ્રતાપજી એમ.ચૌહાણના ઘરે તેમની જાણ બહાર રાખી હોવાનું જણાવ્યું હતું.

જેને આધારે પોલીસે અહીંથી રૃ.૨૫,૦૦૦ની કિંમતની પિસ્ટલ, બે મેગઝીન અને પાંચ કારતુસ કબજે કર્યા હતા.તેની વિરૃધ્ધ ચાંદખેડામાં બે ગુના ઉપરાંત વડોદરા ગ્રામ્ય તથા ડીસામાં ચોરીના ગુના નોંધાયેલા છે. શાહીબાગ પોલીસે તમંચાના ગુનાં ધરપકડ કરી હતી. સાબરમતી, શાહીબાગ, એલિસબ્રિજ અને ચાંદકેડા પોલીસ સ્ટેશનોના ગુનામાં તેને પાસા થઈ હતી. ડીસામાં ૨૦૧૩માં દુષ્કર્મના ગુનામાં પકડાયો હતો. તે સિવાય ધાનેરામાં લુંટના ગુનામાં, અને ડીસામાં મારામારીના બે કેસમાં પકડાયો હતો. આબુ રોડ પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં તથા ઝાલોર ુપોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયો હતો   



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w7NC47
via IFTTT

Post a Comment

Previous Post Next Post