ધંધામાં મોટા નફાની લાલચ આપી વેપારી સાથે ૫૨.૭૦ લાખની છેતરપિંડી


અમદાવાદ,મંગળવાર

ઓઢવના વેપારીને હર્બલ ઓઈલના ધંધાની લાલચ આપી શરૃઆતમાં માલના પૈસા ચુકવીને અંતે ૫૨.૭૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ તેમની કંપની લંડનમાં હોવાની ઓળખ વેપારીને આપી હતી. 

આ બનાવની વિગત મુજબ ઓઢવમાં રહેતા અરૃણભાઈ પી.સુંદરીયા(૩૪) એક્સપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરે છે.દરમિયાન તેમના મોબાઈલ પર મારીયા વોલ્ટર નામની છોકરીએ વોટ્સએપ મેસેજ કરીને તે ઈંગ્લેન્ડના લંડનમાં રહે છે, એવી ઓળખ આપી હતી. તેણે ભારતમાં ઉરેઝી હર્બલ લીક્વીડ ઓઈલ મળે છે તેની સખત જરૃર હોવાનુ તથા ૪ હજાર ડોલરમાં એક લીટરના ભાવે ઓઈલ ખરીદશે, એમ કહ્યું હતું.આથી અરૃણભાઈએ એક લીટર ઓઈલ મોકલાવતા તેમને રૃ.૨,૭૦,૦૦૦ ચુકવવામાં આવતા તેમને યુવતી પર વિશ્વાસ આવ્યો હતો. બાદમાં તેણે કંપનીના  પરચેઝ મેનેજરને ઓઈલના સેમ્પલની તપાસ કરવા મોકલ્યો હતો. જેમાં ભારત સ્થિત વેન્ડર આર.કે.એન્ટરપ્રાઈઝના રાકેશકુમાર સાથે અરૃણકુમારને વાતચીત થઈ હતી.

આ પ્રકારે ઝમેક ફાર્ર્માસ્યુટીકલ કંપની લંડન તરફથી મારીયા વોલ્ટર, મિખાઈલ ઝુમા, ડેવીડ જોસેફ, રમેશકુમાર તતા તેમના મળતીયાઓએ ધંધાની લાલચ આપી મોટા નફો આપવાનું કહીને અરૃણકુમાર પાસેથી ૫૦૦ લીટર ઓઈલની ખરીદી કરવાનું જણાવીને આરોપીઓએ તેમના એકાઉન્ટમાં અરૃણભાઈ પાસે રૃ.૫૨,૭૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l0sRVZ
via IFTTT

Post a Comment

أحدث أقدم