અમદાવાદ,તા.30 જૂન 2021, બુધવાર
મેમ્કો પાસે આવેલા શ્રી શક્તિનગર પાસે જાહેર માર્ગ પર ગંદકી અને કચરાના ઢગલા પડયા છે. જેના કારણે હજારો રહીશો અને રાહદારીઓએ અસહ્ય દુર્ગંધ , ગંદકી અને માખી-મચ્છરનો ઉપદ્રવ સહન કરવો પડી રહ્યો છે. રહીશોના મતે મ્યુનિ.તંત્ર દ્વારા અસરકારકરીતે અને રોજ સફાઇ કરાતી નથી. કચરા પેટી મૂકાતી નથી તેમજ રજૂઆતો છતાંય ધ્યાન અપાઇ રહ્યું ન હોવાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે.
નરોડા રોડ પર મેમ્કો પાસે આવેલા ચાલી વિસ્તારમાં રહીશો ગંદકીથી ે પરેશાન છે. એક બાજુ સફાઇની વાતો કરાઇ રહી છે. સ્વચ્છ અમદાવાદ રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ શક્તિનગરમાં લાઇન નંબર ૧ ગંદકીથી ખદબદી રહ્યું છે.
શક્તિનગરમાં ચારેક હજારની વસ્તી છે મ્યુનિ.તંત્ર દ્વારા યોગ્ય સફાઇ કરાઇ રહી ન હોવાથી આ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી ગંદકી થઇ ગઇ છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે.
સ્થાનિક રહીશ દિનેશ નાડિયાના જણાવ્યા મુજબ સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરાઇ છે. તેમ છતાંય સફાઇ કામ થવા પામ્યું નથી. બીજી તરફ રહીશો પણ ધીરજ રાખ્યા વગર કચરો જાહેર માર્ગો પર ફેંકી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં સફાઇની બાબતે ભારે અવ્યવસ્થા ફેલાઇ જવા પામી છે. આ સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને અશક્તોના આરોગ્યની બાબતે જોખમ ઉભું થયું છે.
મ્યુનિ.તંત્ર દ્વારા ડોક ટુ ડોર કચરો લેવા માટે ગાડી મોકલવામાં આવે છે પરંતુ હજારોની વસ્તી માટે આ વ્યવસ્થા અસરકારક નથી. ડોર ટુ ડોર ગાડીના ફેરા વધારવા જોઇએ, સમયમાં જરૂરી ફેરફાર કરવો જોઇએ, કચરા પેટી મૂકાવી જોઇએ, ચોમાસામાં વરસાદના કારણે ભારે ગંદકી ફેલાશે ત્યારે દવાનો છંટકાવ પણ કરવો જોઇએ તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhYsz4
via IFTTT
إرسال تعليق