અમદાવાદ, બુધવાર
શિવરંજની હીટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહ પોલીસ સ્ટેશને હાજર થતા પહેલા સાણંદમાં મેલડી માતાના દર્શન કરવા ગયો હતો. તે સિવાય મીઠાખળી સર્કલ પાસે રહેતા તેના ફોઈના ઘરે રાત રોકાયો હતો. બીજીતરફ પોલીસે પર્વ સાથે કારમાં જઈ રહેલા તેના ત્રણ મિત્રોની પણ અટક કરી છે.
અકસ્માત થતા કારમાંથી ઉતરીને બીઆરટીએસ રેલીંગ કુદીને ભાગ્યાઃ નહેરુનગર સર્કલ ભેગા થયા હતા
શિવરંજની પાસે વીમા નગર સોસાયટીના ફુટપાથ પર કાર ચઢાવી મહિલાનું મોત નીપજાવી એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણ જણાને ઘાયલ કરનાર કાર ચાલક પર્વ શાહ પોલીસ સ્ટેશને હાજર થતા પહેલા સાણંદ ગયો હતો. જ્યાં તેણે મેલડી માતાના દર્શન કર્યા હતા. ત્ સિવાય અકસ્માત કર્યા બાદ પર્વ અને તેની સાથે કારમાં જઈ રહેલા તેના ત્રણ મિત્રો તરત કારમાંથી બહાર આવી ગયા હતા. અહીંથી તેઓ બીઆરટીએસ રેલીંગ કુદીને અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. જોકે બાદમાં તેઓ નહેરૃનગર સર્કલ પાસે એકઠા થયા હતા. પર્વએ બાદમાં તેના પરિવારજનોને ફોન કર્યો હતો.
બાદમાં પર્વ અને તેના મિત્ર પર્વના પિતાના મીઠાખળી સર્કલ નજીક રહેતા મિત્રના ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીંથી પર્વ તેના એક મિત્ર સાથે મીઠાખલી સર્કલ વિસ્તારમાં જ રહેતા તેના ફોઈના ઘરે ગયો હતો અને બન્નેએ રાતવાસો ત્યાંજ કર્યો હતો. અહીંથી પર્વ પાલડીમાં રહેતા તેના અન્ય સંબંધીના ઘરે ગયો હતો.
ટ્રાફિક પોલીસના જમાવ્યા મુજબ અકસ્માત વખતે પર્વ શાહની કારમાં બેઠેલા તેના ત્રણ મિત્રોની પણ અટક કરવામાં આવી છે. જેમાં પાર્થ શાહ, રૃષભ શાહ અને દિવ્ય શાહનો સમાવેશ થાય છે. તેમની વિરૃધ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ આરોપીઓના નિવેદનો નોંધ્યા છે. આરોપીઓના નિવેદનો એકબીજા સાથે મેટ થતા હોવાથી પોલીસ આગામી સમયમાં વધુ કેટલાક પુરાવા એકઠા કરીને પર્વ સામે ૩૦૪ મુજબનો ગુનો નોંધવા કોર્ટમાં રિપોર્ટ કરે તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xeT32I
via IFTTT
Post a Comment