
- અમદાવાદ સહિત આઠેય મહાનગરમાં રાત્રિ કરફ્યૂ યથાવત્
- જાહેર સમારંભમાં 200ને બદલે 400 વ્યકિતને છૂટ હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
અમદાવાદ : કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે પ્રતિબંધોમાં વધુ છૂટ આપી છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિતના આઠેય મહાનગરોમાં રાત્રિ કરફયૂ યથાવત રાખ્યો છે.જોકે, રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની છુટ આપી છે. આ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પણ મંજૂરી આપી છે સાથે સાથે જાહેર સમારંભ-લગ્ન સમારોહમાં ય ૨૦૦ને બદલે ૪૦૦ વ્યક્તિને છૂટ આપવામાં આવી છે. આ નવા નિયમો ૩૧મી જુલાઇ થી અમલમાં આવશે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે.છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાને કારણે એકેય વ્યક્તિનુ ગુજરાતમાં મૃત્યુ થયુ નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારે કોરોનાકાળથી લાદેલાં પ્રતિબંધો હળવા કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક મહત્વની નિર્ણય લેવાયા હતાં.
સંભવિત ત્રીજી લહેરની આશંકાને પગલે રાજ્ય સરકાર વધુ કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. આ જોતાં રાજય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં રાત્રી કરફયૂ યથાવત રાખવા નક્કી કર્યુ છે. જોકે, રાત્રિ કરફ્યૂમાં વધુ એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રી કરફ્યૂનો સમય રાત્રીના ૧૧ કલાકથી સવાર ૬ વાગ્યા સુધીનો રહેશે.
હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છેકે, હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને આજે જ મુખ્યમંત્રી રુપાણીને પત્ર લખીને કરફ્યૂમાં વધુ છૂટછાટ આપવા રજૂઆત કરી હતી. જાહેર સમારોહમાં અત્યાર સુધી ૨૦૦ લોકોને જ છૂટ આપવામાં આવી હતી પણ આજે સરકારે ૪૦૦ વ્યક્તિને મંજૂરી આપી છે.
આ ઉપરાંત હોલમાં ય બેઠકની ૫૦ ટકા અથવા ૪૦૦ની મર્યાદામાં લોકો હાજર રહી શકે તેવી છૂટ આપી છે.
સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પણ સરકારી લીલીઝંડી આપી છે. જોકે, ૪ ફુટની ગણેશની પ્રતિમા સાથે જ ગણેશોત્સવ ઉજવવા છૂટ અપાઇ છે.સાથે સોશિયલ ડિસટન્સ સહિતના નિયમો જાળવવા પણ અપીલ કરાઇ છે. આમ, સરકારે પ્રતિબંધ હળવા કર્યા છે.
31મી જુલાઇથી અમલમાં....
- અમદાવાદ સહિત આઠ મહાનગરમાં રાત્રિ કરફ્યૂ , સમય રાત્રે ૧૧થી સવારથી ૬ વાગ્યા સુધી
- હોટલ- રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- જાહેર સમારોહમાં હવે ૨૦૦ને બદલે ૪૪૦ની મર્યાદા કરાઇ
- હોલ પ્રિમાઇસીસમાં બેઠકના ૫૦ ટકા અથવા ૪૦૦ લોકો ગાઇડલાઇન સાથે છૂટ
- સાર્વજનિક ગણેશોત્સવને મંજૂરી, જોકે,પ્રતિમા ૪ ફુટની જ રાખી શકાશે
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UZSdbV
via IFTTT
Post a Comment