ધોળકા તાલુકાના કોઠ વિસ્તારમાંથી 3 બાઇક ચોર પકડાયા


- આરોપીઓની પુછપરછમાં અન્ય ભેદ ઉકેલાવાની શક્યતા

- વટામણ ગામના ત્રણ શખ્સોની પોલીસે અટક કરી પાંચ જેટલા ચોરીના બાઇક કબજે કર્યાં

બગોદરા : ધોળકા તાલુકાના કોઠ વિસ્તારમાંથી પોલીસે ત્રણ બાઇક ચોરોને ઝડપી પાડયાં હતા. બાદમાં આ આરોપીઓની પુછપરછ કરતા તેમણે અન્ય ચાર જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. પોલીસે તમામની અટકાયત કરી એક લાકથી વધુનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળા, ધોળકા તાલુકામાં બાઇક ચોરીના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યાં છે. ત્યારે કોઠ પોલીસે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્રણ શખ્સો બાઇક લઇને નીકળતા તેની શંકાસ્પદ હીલચાલને લને તેને રોકી વાહનના કાગળ્યા માગ્યા હતા. પરંતુ ઉપરોક્ત શખ્સો કાગળીયા આપવામાં આનાકાની કરતા પોલીસે તેમની અટક કરી પુછપરછ કરતા જુદા-જુદા પાંચ બાઇકોની ચોરી કર્યાંની કબૂલાત કરી હતી. 

કોઠ પોલીસે પાંચ બાઇક સાથે બળવત કાળુુભાઇ વાધેલા, વિજય દશરથભાઇ સોલકી, જગદિશ બાબુભાઇ મકવાણ (ત્રણેય રહે. ગામ વટામણ તાલુકો ધોળકા) એમ ત્રણ ચોરને ઝડપી પાડી એક લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા ચાર જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3faNI5b
via IFTTT

Post a Comment

Previous Post Next Post