ગુજરાતમાં કોરોનાના નવા 27 કેસ


અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સતત 13માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા 24 કલાકમાં વડોદરામાંથી સૌથી વધુ 5, અમદાવાદ-સુરત-આણંદમાંથી 3, જામનગર-નવસારી-જુનાગઢમાંથી 2 જ્યારે નવસારી-અમરેલી-બનાસકાંઠા-ભરૂચ-ભાવનગર-ગીર સોમનાથ-દાહોદ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા હતા. રાજકોટ-ગાંધીનગર એમ બે મહાનગરમાં એકપણ નવો કેસ નથી.  રાજ્યમાં હાલ 268 એક્ટિવ કેસ છે જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર છે. વધુ 33 દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ 98.75% છે.   

અમદાવાદમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા હતા.ગુરૂવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ આઠ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી.ગુરૂવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નથી.સતત બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં 51095 લોકોને કોરોના વેકિસન અપાઈ

અમદાવાદ શહેરમાં આ વર્ષે 16 જાન્યુઆરીથી કોરોના વેકિસનેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ ગુરૂવારે સૌ પ્રથમ વખત કુલ 51095 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં 28033 પુરૂષ ઉપરાંત 23062 મહિલાઓનો સમાવેશ થતો હતો.18થી 44 વયના 17733 પુરૂષ અને 13139 મહિલા સહિત કુલ 30872 લોકોને તથા 45થી વધુ વયના કુલ 15076 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j1IRED
via IFTTT

Post a Comment

أحدث أقدم