
- પાલિકા સંચાલિત પુસ્તકાલય એકાએક બંધ કરી દેવાયું
- પાલિકાના સત્તાધિશો ઊંઘમાંથી જાગી પુનઃ લાયબ્રેરી શરૂ કરાવે તેવી લોકમાંગણી
બગોદરા : ધોળકા શહેરમાં ટાવર બજાર ચોકમાં ૧૫૦ વર્ષ અગાઉ નગપાલિકાનું બિલ્ડીંગ બાંધવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં ધોળકા નગરપાલિકા કચેરી કાર્યરત હતી.
જુની નગરપાલિકા બિલ્ડિંગમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા લીલાધર વાઘેલા મ્યુ.લાયબ્રેરીનો રૂમ હતો. આ લાયબ્રેરીમાં ધોળકાના યુવકો અને વડીલો દરરોજ અખબારો, મેગેઝીનો વાંચવા માટે આવતા હતા. આ ઉપરાંત આ લાયબ્રેરીમાં ઘણા લોકો સભ્ય બનતાં હતા અને નિયમિત વિવિધ ઉપયોગી પુસ્તકો વાંચવા માટે પોતાના ઘરે લઈ જતા હતા.
જોકે, છેલ્લા કેટલાક સમયથી જુની નગરપાલિકા બિલ્ડિંગમાં આવેલી વર્ષો જૂની લાયબ્રેરીને ધોળકા નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જેથી ધોળકાના જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધોળકા નગરપાલિકામાં વિરોધ પક્ષ કોંગ્રેસના ચુંટાયેલા મ્યુનિ. કાઉન્સિલરો તથા અપક્ષ મ્યુનિ. કાઉન્સિલરો ઉપરાંત શાસક ભાજપના મ્યુનિ. કાઉન્સિલરો આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક જુની નગરપાલિકા બિલ્ડીંગમાં લીલાધર વાઘેલા મ્યુનિ.લાયબ્રેરીને પુનઃ ચાલુ કરાવવા માટે કાર્યવાહી કરે એમ ધોળકાની જાગૃત જનતા ઇચ્છી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l7tQE4
via IFTTT
إرسال تعليق