ધો.10નું પરિણામ જાહેર પરંતુ ઘણી સ્કૂલના વિદ્યાર્થીઓને ન મળ્યું


- પરીક્ષા વિના પરિણામથી ખુશી તો કેટલાક વિદ્યાર્થીને અંસતોષ 

- અનેક સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ રિઝલ્ટ આપ્યુ પરંતુ ઘણી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પરિણામ ન મળી શકતા નારાજગી

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન આધારીત ધો.૧૦નું પરિણામ ગઈકાલે રાત્રે ઓનલાઈન જાહેર કરી દેવાયુ છે પરંતુ આજે ઘણી સ્કૂલોના વિદ્યાર્થીઓને પરિણામ મળી શક્યુ નથી.જ્યારે પરીક્ષા વગરનું પરિણામ મેળવી વિદ્યાર્થીઓમાં ખુશી દેખાતી હતી તો સારા પર્સેન્ટાઈલ-ટકા લાવવાના ટાર્ગેટ રાખતા ઘણા વિદ્યાર્થીઓમાં માસ પ્રમોશનના પરિણામથી સંતોષ ન હતો. 

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા જ લેવાતા આ વર્ષે વિદ્યાર્થી પાસે સીટ નંબર નથી જેથી ઓનલાઈન જાહેર થયેલા ધો.૧૦ના પરિણામમાં વિદ્યાર્થીઓ જોઈ શકતા ન હતા.આ વર્ષે ઓનલાઈન મુકાયેલા ધો.૧૦નું પરિણામ માત્ર સ્કૂલો માટે જ હતુ.સ્કૂલોએ બોર્ડના પોર્ટલ પરથી પોતાના આઈડી નંબર દ્વારા લોગઈન કરીને પોતાના વિદ્યાર્થીઓના પરિણામ મેળવી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપવાના હતા.આજે મોટા ભાગની સ્કૂલોએ વિદ્યાર્થીઓને બોલાવી સ્ટેટમેન્ટ ઓફ માર્કસની પ્રિન્ટ કાઢી પરિણામ આપ્યુ હતું.

હાલ બોર્ડ દ્વારા માર્કશીટ આપવામા આવી નથી અને ૮થી૧૦ દિવસમાં માર્કશીટો સ્કૂલોને વિતરણ કરાયા બાદ વિદ્યાર્થીને મળશે પરંતુ તે પહેલા વિદ્યાર્થીને પ્રિન્ટેડ રીઝલ્ટ આપવાનું હતું જેથી વિદ્યાર્થી-વાલીને પરિણામની જાણ થઈ શકે.પરંતુ આજે ઘણી સ્કૂલોમાં ઘણા વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ થઈ શક્યુ ન હતુ અને ઘણી સ્કૂલને પરિણામ ઓનલાઈન મળી શક્યા ન હતા જેથી વિદ્યાર્થીઓ પરિણામ ન જોઈ શકતા નારાજગી જોવા મળી હતી.તો કેટલીક સ્કૂલે વિદ્યાર્થીઓને પરિણામ માટે બોલાવ્યા જ ન હતા.આ વર્ષે પરીક્ષા વગર જ માસ પ્રમોશન આધારીત મળેલા પરિણામમાં તમામ વિદ્યાર્થી પાસ તો થઈ ગયા છે પરંતુ એ૧ ગ્રેડ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને આ પરિણામથી સંતોષ નથી.ઘણા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપીને વધુ સારા માર્કસ લાવવાની આશા હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/361od1x
via IFTTT

Post a Comment

أحدث أقدم