VIP પ્રિમિયમ મોબાઈલ નંબર આપવાને બહાને સવા કરોડની ઠગાઈ


ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક બનાવ     

ખોટુ ઈનવોઈસ બિલ મોકલી આપીને છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ : સનાથળમાં રહેતા રહેવાસીને વીઆઈપી પ્રિમીયમ નંબરો આપવાની લાલચ આપીને તેમની સાથે સવા કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનારા ભીમજીપુરાના શખ્સ વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ અંગે સનાથળમાં શાંતિપુરા સર્કલ પાસે ગ્રીનપાર્ક ખાતે રહેતા નિખીલભાઈ જે.શાહે(58) ભીમજીપુરામાં આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા ધુ્રવીલ મહેતા વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. નિકીળભાઈની ફરિયાદ મુજબ દ્રૂવીલે તેમને ફોન કરીને વોડાફોન કંપનીમાંથી બોલતો હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યોો હતો. બાદમાં ધુ્રવીલે વી.આઈ.પી.પ્રમિયમ નંબરો આપવાની લોભામણી લાલચ આપી હતી.

આ નંબરો મેળવવા મો ધુ્રવીલે જુદી જુદી પ્રોસેસના બહાને ટુકડે ટુકડે કુલ ત્રણ એકાઉન્ટમાં નિખીલભાઈ પાસે કુલ રૂ.1,54,21,247 ભરાવડાવ્યા હતા. બાદમાં ધ્રવીલે એરેલ ક્રીશા કોમ્યુનિકેશન સુરત લખેલા સીમકાર્ડ ઈશ્યુ કર્યા બાબતનું ખોટુ ઈનવોઈસ બિલ નિખીલભાઈને મોકલી આપ્યું હતું. જેમાં ધુ્રવીલે નખીલભાઈએ ભરેલા રૂપિયા પૈકી ફક્ત રૂ.1171600 પરત આપીને બાકીની રકમની છેતરપંડી કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y1akwi
via IFTTT

Post a Comment

Previous Post Next Post