પાંચ GAS અધિકારીઓને અન્ય વિભાગોનો એડિશનલ ચાર્જ


IAS અધિકીરોની બદલીથી ખાલી પડેલી જગ્યા પર હાલ પૂરતો GAS અધિકીરોને ચાર્જ

અમદાવાદ : ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે પાંચ જી.એ.એસ. અધિકારીઓને તેમના પદભાર ઉપરાંત એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો છે. 

તાજેતરમાં આઇ.એ.એસ. અધિકારીઓની ટ્રાન્સફર થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર આ ચાર્જ આપવામાં આવ્યો છે. મહેસાણાના ડેપ્યુટી ડી.ડી.ઓ. મનીષા પટેલને બદલી ડિસ્ટ્રીક્ટ રૂરલ ડેવપલમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

મોરબીના ડેપ્યુટી ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલને પણ મોરબીની ડસ્ટ્રીક્ટ રૂરલ ડેવપલમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. પોરબંદરના ડિસ્ટ્રીક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર એસ.ડી. ધાનાણીને પોરબંદરના નિવાસી અધિક કલેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

ખેડાના ડિસ્ટ્રીક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર આર.ટી. ઝાલાને ખેડાના અધિક નિવાસી કલેક્ટરનો ચાર્જ આપવામાં આવ્યો છ અને વડોદરાની ડસ્ટ્રીક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર બી.બી. ચૌધરીને વડોદારા સ્થિત રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ કચેરીના અધિક કલેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zHzwtc
via IFTTT

Post a Comment

Previous Post Next Post