અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં પોલીસના કરફયૂના કડક અમલના દાવાની પોલ ખૂલ્લી પડી ગઇ છે, ઓઢવ વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે યુવકને દમમારીને નકલી પોલીસ રૃા. ૧,૦૦૦ પડાવીને જતો રહ્યો હતો. પોલીસ તપાસમાં તું હોટલમાં ખરાબ કામ કરીને આવ્યો છે, તારી સામે કેસ કરવો પડશે તેમ કહીને ડરાવ્યા બાદ યુવક પાસેથી રૃપિયા પડાવ્યા હતા. જો કે યુવકે આઇકાર્ડ માંગતા ત્રીસ હજાર દંડ ભરવો પડશે કહીને ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો. ઓઢવ પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
તું હોટલમાં ખરાબ કામ કરીને આવ્યો છે ,કેસ કરવો પડશે કહી ડરાવીને પર્સમાંથી રૃપિયા કાઢી લીધા ઃ આઇકાર્ડ માંગતા ત્રીસ દંડ થશે કહી યુવકને ધક્કો મારી આરોપી ફરાર
આ કેસની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં પૂષ્કર હિલ પાસે સોલીટીયર સ્કાય ખાતે રહેતા અને ઓઢવ જી.આઇ.ડી.સીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા જયભાઇ ઉમેશભાઇ બલદાણીયા (ઉ.વ.૨૩)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઇમરાન અરમાન અલી સૈયદ સામે ફરિયાદ નોધાવી છે કે યુવક ગઇકાલે બાપુનગરમાં ડોક્ટર પાસે દવા લઇને બાઇક પર ઘર ેજઇ રહ્યો હતો આ સમયે સોનીની ચાલી પાસે હોટલ ધરાવતા એક કોમ્પલેક્ષમાં પેશાબ કરીને બાઇક પર જતો હતો આ સમયે અજાણ્યા યુવકે તેને રોકીને પોતે પોલીસ કોન્સ્ટેબલ હોેવાની વાત કરી હતી અને ચેકિંગ કરવાનું કહીને બેગ ચે કરી હતી તેમાંથી કંઇ ન મળતાં પર્સમાંથી રોકડા રૃા. ૧,૦૦૦ કાઢી લીધાહતા.
નકલી પોલીસ બાઇક લઇને ભાગવા જતાં યુવકે તેની પાસે રૃપિયા પાછા માંગતા તેણે દમમારીને રૃા. ૩૦,૦૦૦ દંડ થશે તેમ કહીને યુવકને ડરાવીને બાઇક લઇને ભાગ્યો હતો. યુવકને નકલી પોલીસ હોવાની શંકા જતાં તેનો પીછો કર્યો હતો અને આરોપીને ઓઢવ રાજેન્દ્ર પાર્ક પાસે ઉભો રાખીને તેની પાસે આઇકાર્ડની માંગણી કરી હતી જો કે તેની પાસેના ડોક્યુમેન્ટ જોતા તેનું નામ ઇમરાન અરમાન અલી સૈયદ હોવાની જાણ થઇ હતી આરોપી યુવકને ધક્કો મારીને સીટીએમ તરફ ભાગી ગયો હતો. ભોગ બનનારા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે તેની સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xNWQ6Y
via IFTTT
Post a Comment