
વિરમગામ : વિરમગામ શહેર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન નિર્માણ માટે જીલ્લા કલેક્ટર અમદાવાદ દ્વારા ૨૦૦૮માં જિલ્લા પછાત કલ્યાણ અધિકારી અમદાવાદને ૧૦૦૦ ચો.મી. જમીન ફાળવેલ હતી. રાજ્યના અનેક તાલુકા સ્તરે ભવન નિર્માણ માટે જમીન ફાળવવામાં આવેલ છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા સાણંદ ખાતે નગરપાલિકા દ્વારા ડૉ. આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા સરકારની અન્ય ગ્રાન્ટમાંથી ભવનોનું નિર્માણ કરવામાં આવેલ છે તે મુજબ વિરમગામ નગરપાલિકા દ્વારા પણ ડૉ. આંબેડકર ભવન નિર્માણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે અને ભવન બનાવવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવે તેવી માંગ દલિત અધિકારમંચ અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા નાયબ નિયામકને (અનુજાતિ કલ્યાણ)ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામમાં ભવન નિર્માણ માટે જમીન સર્વે નં. ૩૭૫ ફાળવેલ છે તે નંબરની આજુબાજુ ગેરકાયદેસર દબાણો સરકારી જમીન અને ગૌચર જમીનમાં થઈ રહ્યા છે. ૧૦૦૦ ચો.મી. જમીનનો કબજો મેળવવા માટે સર્વે નં. ૩૭૫ ડૉ. આંબેડકર ભવન માટે જમીનનું નામ ઉમેરવાની જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ieVj5k
via IFTTT
Post a Comment