મદાવાદ,શુક્રવાર
બેફામ વાહનો હંકારવાના કારણે પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, નારોલ અને અસલાલીમાં બે યુવકોને મોતને ઘાટ ઉતારી વાહન ચાલકો ફરાર થઇ ગયા હતા. જ્યારે નરોડા મુક્તિધામ પાસે બાઇક ઝાડ સાથે ટકરાતાં યુવકનું મોત નીપજ્યું હતું.
નારોલ શાહવાડી બ્રિજ પાસે રોડ ક્રોસ કરતા યુવકને અને અસલાલી સર્કલ પાસે આધેડને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર ઃ નરોડામાં બાઇક ઝાડ સાથે અથડાતાં યુવકનું મોત
આ કેસની વિગત એવી છે કે નારોલ અને અસલાલીમાં હિટ એન્ડ રનના બે બનાવોમા બે યુવકોના મોત થયા હતા. જેમાં નારોલ વિસ્તારમાં શાહવાડી બ્રિજ પાસે તા. ૨૩ના રોજ અજાણ્યો યુવક ચાલતો પસાર થઇ રહ્યો હતો જ્યાં મેડી રાતે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં યુવકનું વાહન નીચે કચડાવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં અસાલાલી સર્કલ પાસે લાંભા રોડ પર શ્રીનાથ ટ્રાન્સપોર્ટ દુકાન નંબર૯૦ પાસે જય મા શેરાવાળી ટી સ્ટોલ ધરાવતા સત્યવીર શ્રી રામેશ્વરલાલ જાટે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ગત તા. ૧૮ મેના રોજ અસલાલી બ્રિજ પાસે મારુતી કંપનીના સર્વિસ સ્ટેશન પાસે પ્રકાશ મોરારજી માળી (ઉ.વ.૫૫)ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી આધેડનું સારવાર દરમિયાન તા. ૨૪ના રોજ મોત નીપજ્યું હતું.
જયારે નરોડા હંસપુરા પાસે બી બ્રાયબન્ટ, રેસિડન્સીમાં રહેતા અને કલર કામ કરીને ગુજરાન ચલાવતા હુકુમસીંગ ગંગાદીન બધેલ (ઉ.વ.૪૫) બાઇક લઇને નરોડા મુક્તિધામ પાસે પાસેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક હંસપુરા નજીક બાવળના ઝાડ સાથે અથડાયું હતું. જેથી માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qytirp
via IFTTT
Post a Comment