વિરમગામના મુનસર તળાવની જાળવણીના અભાવે બદતર હાલત


વિરમગામ : વિરમગામ શહેરની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું સીધ્ધરાજે જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલ ઐતહાસીક આન બાન શાન સમુ મુનસર તળાવ આવેલ છે આ તળાવને જોવા લાયક સ્થળ તરીકે સ્થાન પામેલ છે પર્યટન સ્થળ તરીકે પ્રવાસન વિભાગ દ્વારા સમાવેશ કરવામાં આવેલ છે.

 આ તળાવને રક્ષીત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે આ તળાવની નીભાવણી સારસંભાળપુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે પુરાતત્વ ખાતુ શોભાના ગાંઠીયા સમાન હોય તેવુ શહેરીજનોને દેખી રહ્યા છે આ તળાવની મધ્યમાં મુનસરી માતાજીનું મંદિર આવેલ છે મુનસરી માતાજીના મંદિર નીચે કુદરતી વરસાદનું પાણી આવવાનાં ભુગળા મુકવામાં આવેલ ચે મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગે વિરમગામ શહેર આખાનું વરસાદી પાણી આવવાનાં માર્ગ બનાવેલ છે તે પુરાતત્વની ઘોર બેદરકારી અને સ્થાનિક સરકારી તંત્રની બેદરકારીના કારણે વરસાદી પાણી આવવાના માર્ગ અને નાળાની અંદર ઝાડી ઝાંખરા નફ્ફટવેલ રાડ કચરો સાફ સફાઈ હજી સુધી કરવામાં આવી નથી ચોમાસાએ દશતક દઇ દીધી છે ત્યારે આ ઝાડી ઝાખરાની સાફ સફાઈ કરવામાં આવે તો ચોમાસા દરમ્યાન આ તળાવ કુદરતી પાણીથી છલોછલ ભરાઈ જાય પરંતુ પુરાતત્વ ખાતુ ઘોર બેદરકારી અને કુંભકર્ણની નીદ્રામાણી રહ્યું છે તળાવની ફરતે ગાંડા બાવળ સામ્રાજ્ય છે તળાવની પાળ ઉપર ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય છે વહેલામાં વહેલી તકે વરસાદી પાણી આવવાનો માર્ગ ખુલ્લો કરે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gSsxGB
via IFTTT

Post a Comment

أحدث أقدم