અમદાવાદ,શનિવાર
આર્થિક મંદીના કારણે દાણીલીમડામાં ત્રણ મહિલાએ મજબૂરી વશ થઇને કાપડની ફેકટરીમાં ચોરી કરી હતી, જેમાં બે મહિલા પકડાઇ ગઇ હતી. જેથી માલિકને આજીજી કરતાં તેઓએ કેસ કરાવાનું ટાળીને પગારમાંથી રૃપિયા કાપવાની વાત કરી હતી. જેમાં ત્રણેય મહિલાએ સહમતી દાખવી હતી, બાદમાં બે મહિલાઓએ હાથ ઉંચા કરી દીધા હતા અને એક મહિલાને રૃા. ૧.૫૦ લાખ આપવા દબાણ કરીને ત્રાસ ગુજાર્યો હતો જેને લઇને મનમાં લાગી આવતાં મહિલાએ એસિડ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. દાણીલીમડા પોલીસે બે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડામાં કાપડની ફેકટરીમાં સફાઇ કરતી મહિલાઓએ કપડાંની ચોરી કરી હતી ઃ ફેકટરી માલિકને રૃપિયા આપવાના હતા
આ કેસની વિગત એવી છે કે ઇસનપુર વિસ્તારમાં મહાવીર સ્કૂલ સામે વિશાલનગર પાસે સત્તાધારનગરમાં રહેતા અંજનાબહેન નથ્થુભાઇ ડુટેન્ડેએ તેની સાથે નોકરી કરતા મધુબેહન અને રમીલાબહેન સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી મહિલા દાણીલી મડા વિસ્તારમાં અલહબીબ એસ્ટેટમાંઆવેલી બબલબી એક્ષપોર્ટ નામની કંપનીમાં કચરા પોતું કરવાની નોકરી કરતા હતા. તેમની સાથે મધુબેહન તથા રમીલા બહેન પણ કામ કરતા હતા.
ત્રણેય મહિલાઓએ આર્થિક મંદીના કારણે ભેગા મળી કંપનીમાંથી રૃા. ૧.૫૦ લાખની કિંમતના કપડાની તથા કૂર્તીઓની ચોરી કરી હતી. જ્યાં તા. ૨૧ના રોજ બે મહિલાઓ પકડાઇ ગઇ હતી જેને લઇને કંપનીના માલિકે ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી હતી જો કે મહિલાઓએ આજીજી કરતાં માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જે તે સમયે ત્રણેયના પગારમાંથી રૃપિયા માલિકને પરત આપવાની વાત કરી હતી જેમાં બન્ને મહિલાએ સમહમતી દાખવી હતી. બીજા દિવસે ઉપક્ત બન્ને મહિલાએ પૈસા આપવાની ના પાડી હતી અને ફરિયાદી મહિલાને તું એકલી રૃપિયા ચૂકવી દેજે તેવી વાત કરીને મહિલા પર રૃપિયા ભરી દેવા માટે દબાણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેને લઇને ડરીને તથા મનમાં લાગી આવતાં ફરિયાદી મહિલાએ ગઇકાલે એસિડ પી લીધું હતું. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બે મહિલા સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hfrhwe
via IFTTT
إرسال تعليق