અમદાવાદ, બુધવાર
છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈના ગુનાનું પ્રમાણ વધ્યું છે. જેમાં આરોપીઓે નવી મોડસ ઓપરેન્ડી અજમાવી ભોગ બનનારાઓને ડેટા એન્ટ્રીનું કામ આપી કામ બરાબર નથી અને કોન્ટ્રાક્ટ બ્રીચ કર્યો છે કહીને ધમકી આપતા હતા. ઉપરાંત લીગલ કાર્યવાહીથી બચવું હોય તો સેટલમેન્ટની રકમ ભરવા કહેતા હતા. જેમાં તેઓ પોલીસના ખોટા ઈમેલનો ઉપયોગ પણ કરતા હતા. અન્ય બનાવમાં નવા નરોડામાં દુકાન ધરાવતા વેપારીને સસ્તામાં લેપટોપ આપવાનું કહીને તેની સાથે ૬૩ હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.
પ્રથમ બનાવની વિગત મુજબ આરોપીઓ જાહેરાત દ્વારા લોકોને ઓનલાઈન ઘેર બેઠા ડેટા એન્ટ્રીનું કામ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ે તેમને ફોન કરતા હતા. બાદમાં આરોપીઓ જુદી જુદી કંપનીના નામે વાત કરીને તેમની કંપની માટે ડેટા એન્ટ્રીનું કામ કરવાનું છે કહીને પ્રથમ ડેમો વર્ક કરી મોકલવા જણાવતા હતા. આ પ્રમાણે જુદુ જુદુ જોબ વર્ક મોકલી ભોગ બનનારને કામ કરવા માટે ઓનલાઈન એગ્રીમેન્ટ સાઈન કરાવતા હતા. જોકે આરોપીઓ જોબ વર્ક બરાબર નથી કર્યું કે બીજુ કોઈ બહાનું કાઢીને કામ રીજેક્ટ કરતા હતા. ત્યારબાદ આરોપીઓ ભોગ બનનારને તેમની સાથે કરેલો કોન્ટ્રાક્ટ બ્રીચ કર્યો છે તેવો ઈમેલ દ્વારા મેસેજ કરીને કાયદેસર કાર્યવાહી કરવા ધમકી આપતા હતા. જેમાં તેઓ પોલીસ ઈન્સ્પેક્ટર અને કંટ્રોલરૃમના ખોટા ઈમેલ આઈડી દ્વારા ભોગ બનનારને લીગલ કાર્યવાહીથી બચવું હોય તો તેમના કહ્યા મુજબની રકમ સેટલમેન્ટ માટે મોકલી આપવા દબાણ કરતા હતા. તે સિવાય ફોન કરનાર પોતાની ઓળક ઈન્સ્પેક્ટર અજય તરીકેની આપતો હતો. તે સિવાય જુદા જુદા વકીલોને નામે પણ ફોન કરતા હતા.
આ અંગે આરોપીઓ વિરૃધ્ધ અરજી કરનારા સી.એમ.પીરામુ અને નેહા ધીમાને આરોપીઓએ જણાવેલા એકાઉન્ટમાં પૈસા ભર્યા હોવાનું જણાવ્યું હતું.આ પ્રકારે આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં ગાંધીનગરમાં રહેતા અને નવા નરોડામાં દુકાન ધરાવતા વિશાલ આર.પટેલ નામના વેપારીને સસ્તામાં લેપટોપ આપવાને બહાને રૃ.૬૩,૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી કરનારા અજાણ્યા શખ્સ વિરૃદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ં
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zZQUd0
via IFTTT
Post a Comment