અમદાવાદ,શુક્રવાર
પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો રખિયાલમાં પ્રકાશમાં આવ્યો છે, બે દિવસ પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું અને તેણીની સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી, પુરાવાનો નાશ કરવા માટે લાશને ઓઢવ રિંગ રોડ પર ખેતરમાં ફેંકી દીધી હતી. રખિયાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરીને તેની સામે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બે સંતાનનો પિતા લગ્ન કરી શકે તેમ ન હતો ઃ બે દિવસ પહેલા અપહરણ કર્યા બાદ હત્યા કરીને પુરાવાનો નાશ કરવા સગીરાની લાશને ઓઢવ નજીક ખેતરમાં ફેંકી
રખિયાલ વિસ્તારમાં રહેતી સગીરાનું તા.૨૨ના રોજ કોઇક અજાણી વ્યક્તિએ અપહરણ કર્યું હતું, જે અંગે રખિયાલ પોલીસે ગુનો નોધી ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠાડે અલગ અલગ ટીમો બનાવી હતી અને ગુનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ આધારે તથા બાતમીદારોને કામે લગાડયા હતા જેને લઇને પોલીસ ેચોક્કસ બાતમી આધારે દસક્રોેઇ તાલુકાના હુકા ગામમાં ઇન્દીરાનગરના છાપરામાં રહેતા દિલીપ ઉર્ફે બોબો બાજાજી ઠાકોર (ઉ.વ.૨૫)ની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી સગીરા સાથે પ્રેમ કરતો હતો જો કે સગીરાની સગાઇ નક્કી થઇ હોવાથી લગ્ન બન્ને ભાગી ગયા હતા બીજીતરફ આરોપી પરિણીત હતો અને બે સંતાનનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે તેમ ન હોવાથી સગીરાને અલગ અલગ સ્થલે લઇ ગયો હતો અને તેણી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરીને લાશ ને ઓઢવ રિંગ રોડ પરના ખુલ્લા ખેતરમાં ફેંકી દીધી હતી. રખિયાલ પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યા તથા પુરાવાનો નાશ કરવા સહિત ની કલમ હેઠળ ગુનો નોેધી વધુ તપાસ ધરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UvtpIe
via IFTTT
إرسال تعليق