મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનરોના ખાતાઓમાં થયેલા ફેરફારો


ત્રણ અધિકારીઓની અરસપરસ બદલીઓ થતાં

અડધો ડઝન અધિકારીઓ IAS અને ચાર GAS કેડરના ફરજ બજાવે છે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ના ત્રણ ડેપ્યુટી કમિશનરોની અન્યત્ર બદલી થતાં અને નવા ત્રણ આઇએએસની નિયુક્તિ થતાં પૂર્વધારણાં મુજબ તમામના ખાતાઓ બદલાયા છે. આવી જ રીતે આગામી દિવસોમાં કોરોનાની કામગીરીમાં પણ ફેરફારો કરવામાં આવશે. કેમકે બદલી થઈને ગયેલાં એક અધિકારી 108નો હવાલો સંભાળતા હતા, જ્યારે બીજા કો-ઓર્ડિનેટરની ફરજ બજાવતા હતાં.

ખેડાના નિવૃત્ત કલેકટર આઈ.કે. પટેલને એક્ષ્ટેન્શન મળતા તેમને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરનો અને ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટનો મહત્ત્વનો હવાલો સોંપાયો છે. સી.આર. પરસાણાને ઉત્તર પશ્ચિમ ઝોન, સ્વચ્છ ભારત મીશન, સેન્ટ્રલ વર્કશોપની કામગીરી સોંપાઈ છે. મુકેશ ગઢવીને કોમ્યુનિકેશન, પબ્લિસીટી, સીએનસીડી સોંપાયા છે. સૌથી વધુ ખાતાઓ આર.કે. મહેતાને 16 મહત્ત્વના ખાતાઓ સોંપાયા છે, જેમાં રિવરફ્રન્ટ અમૃત, જેએનએનયુઆરએમ, મેટ્રો, રોડ-બ્રિજ પ્રોજેક્ટ, પાણી અને ગટર વ્યવસ્થા, એસટીપી, કોવિડ કેર સેન્ટરો વગેરેનો સમાવેશ થાય છે.

નવા આવેલા એન.એન. દવેને દક્ષિણ ઝોન કાંકરિયા લેકફ્રન્ટ, લાયબ્રેરી અને પ્રવિણ ચૌધરીને હેલ્થ-હોસ્પિટલ, મેડિકલ કોલેજ, સ્માર્ટ સિટીની કામગીરી સોંપવામાં આવી છે. જે.એસ. પ્રજાપતિએ પૂર્વઝોન અને ટેક્સ, જી.એચ. સોલંકીને દક્ષિણ-પશ્ચિમ ઝોન, યુડી, એસ્ટેટ, ટીપી સ્કીમ, વી.કે. મહેતાને મધ્યઝોન, હેરિટેજ, સેન્ટ્રલ સ્ટોર્સ, લાઈટ, કે.બી. ઠક્કરને ઉત્તર ઝોન, ઇલેકશન, સ્કૂલ બોર્ડ, હાઉસીંગ પ્રોજેક્ટ અને આર્જવ શાહને એએમટીએસ, બીઆરટીએસ, વહિવટ, નાણાં વિભાગ, વિજીલન્સ, બજેટ વગેરે ખાતાઓનો હવાલો સોંપાયો છે. આ અધિકારીઓમાં 6 આઇએએસ છે જ્યારે 4 ગેસ-જીએએસ કેડરના છે. એક ડે. કમિશનર મ્યુનિ.ના પ્રમોશન મેળવનારા અધિકારી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UOKope
via IFTTT

Post a Comment

أحدث أقدم