ગેરકાયદે નશાકારક કફ સિરપનું વેચાણ કરતા છ આરોપી ઝડપાયા ઃ ૫૫ બોટલ કબજેે

   

અમદાવાદ, બુધવાર

અમદાવાદ ગ્રામ્યના બાવળા, સાણંદ અને ધોળકામાં ત્રણ અલગ અલગ બનાવમાં ગેરકાયદે નશાકારખ કફ સિરપનું વેચાણ કરતા છ શખ્સોની પોલીસે અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે કફ સિરપની ૫૫ બોટલો મળીને કુલ રૃ.૯૧,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 પ્રથમ બનાવમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ માહિતીને આઘારે બાવળા સાણંદ ચોકડી પાસે જાળ બિછાવીને ત્રણ શખ્સોની અટક કરી હતી. જેમાં બાવળાના પ્રકાશ વી.ઠક્કર, ગોપાલ આર.ઠાકોર અને મકસુદમિયા એમ.મલેકનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે રૃ.૬૦૫૦ની કિંમતની કફસિરપની ૫૦ બોટલોએક્ટીવા, ત્રણ મોબાઈલ અને રૃ.૮,૮૫૦ રોકડા મળીને રૃ.૬૦,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય બનાવમાં એસઓજીએ દોળકા પાસે દિવાની કોર્ટ પાસેથી પસાર થઈ રહેલા જગદીસ આર.ચુનારા અને સંજય કે.દેવીપુડકની અટક કરી હતી. ધોળકામાં રહેતા બન્ને શક્સો પાસેથી પોલીસે કફ સિરપની ૩ બોટલો, બે મોબાઈલ, બાઈક અને રોકડ રકમ મળીને કુલ રૃ.૧,૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે હસમુખ ડી.દેવીપુજક ફરાર થઈ જતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

જ્યારે એસઓજી અને સાણંદ જીઆઈડીસી પોલીસે સાણંદ નળસરોવર રોડ પરના રેથલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાળુ કે.પટેલની અટક કરીને તેની પાસેથીકફ સિરપની બે બોટલ, એક મોબાઈલ અને બાઈક મળીને કુલ રૃ.૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય આરોપી ચમન ડી.પટેલ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.     



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A1N579
via IFTTT

Post a Comment

Previous Post Next Post