વિરમગામમાં કિશોર સાથે નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા રોષ


વિરમગામ : વિરમગામ શહેરમાં સગીરવયના દિકરાને લલચાવી ફોસલાવી આરોપી પોતાના ઘરે અવાર નવાર બોલાવી શારીરિક અડપલા કરી અવાર નવાર સો બસો રૂપિયા આપી લચાવી સગીર વયના સાથે અવાર-નવાર સુષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપી સામે સગીરવયના દિકરાના પિતા દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી હતી.

વિરમગામ ટાઉન પોલીસ મથક દ્વારા ઉપરોક્ત બનાવ અંગે પ્રાપ્ત થયેલ માહિતી જાણવા મળેલ હકીકત મુજબ વિરમગામ શહેરના ૧૭ વર્ષના સગીરવયના સાથે આરોપી મનિષભાઈ ગુપ્તા રહે બાધાવાડા દ્વારા અવાર-નવાર સાતેક વર્ષ દરમ્યાન અને છેલ્લાં એક માસ અગાઉ લલચાવી ફોસલાવી અવાર-નવાર સુષ્ટિ વિરૂધ્ધ કૃત્ય કરવામાં આવેલ જે બાબતે ભોગ બનનાર સગીરવયના પિતાએ વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આ બાબતની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ પોલીસ ઇન્સપેકટર મનોહરસિંહ વાઘેલા ચલાવી રહ્યા છે. આ બનાવમાં આરોપી ફરાર થઇ ગયેલ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gQEJYl
via IFTTT

Post a Comment

Previous Post Next Post