
વિરમગામ : વિરમગામ તાલુકાના કરકથલ ગામે ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જનાર કરકથલ ગામના યુવા સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં સગીરાના પિતા દ્વારા ફરિયાદ થતા સ્થાનિક પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ છે આ સાથે સગીરા જે ગામમાં રહે છે ત્યાં ચકચાર મચી જવા પામી હતી.
વિરમગામ ગ્રામ્ય પોલીસ મથક દ્વારા ઉપરોક્ત બનાવ અંગે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જાણવા મળેલ હકીકત મુજબ વિરમગામ તાલુકાના કરકથલ ગામે ૧૫ વર્ષની સગીરાના પિતાએ નોંધાયેલ ફરીયાદના આધારે કનુભાઈ ભરવાડ નામના યુવાન વિરૂધ્ધ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૮, ૧૨, મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી કરકથલ ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zSqA4u
via IFTTT
إرسال تعليق