જશોદાનગરમાં ઝાડ જોખમી રીતે નમી જતા રહીશોમાં ભય

અમદાવાદ, તા.28 જૂન 2021, સોમવાર

જશોદાનગરમાં ગોરના કુવા પાસે આવેલા કૈલાસવન બગીચાનું ઝાડ નમી ગયું હોવાથી આજુબાજુની સોસાયટીઓના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. મંગલતીર્થ પાર્ક સોસાયટીના મકાન પર ઝાડ પડવાની વકી રહીશો સેવી રહ્યા છે. જાનમાલની નુકશાની ટાળવા રહીશોએ ઝાડને સત્વરે દુર કરવા મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. 

કૈલાસવન બગીચામાં આશરે પચાસેક ફૂટની ઉંચાઇ ધરાવતું ઝાડ ગમે ત્યારે સામાન્ય વરસાદ કે વાવાઝોડામાં પડી જવાની સંભાવના  રહીશો વ્યક્ત કરી રહ્યા છે. મંગલતીર્થ પાર્કના રહીશ રમેશભાઇ જોષીના જણાવ્યા મુજબ તાઉતે વાવાઝોડામાં આ ઝાડ નમી ગયું હતું.

ઝાડ પડવાની પુરેપુરી સંભાવના રહેલી છે. ગોકુલપાર્ક, ક્રિષ્ણાપાર્કના રહીશોને પણ જોખમ રહેલું છે. રાહદારીઓ, વાહનચાલકોને પણ ઇજા થવાની શક્યતા છે. જોખમી રીતે નમી ગયેલા આ ઝાડને દૂર કરવા મ્યુનિ.તંત્રમાં રજૂઆત કરાઇ છે.

રજૂઆત બાદ મ્યુનિ.અધિકારીઓ આવ્યા હતા અને ઝાડના ડાળખા દૂર કરીને જતા રહ્યા હતા. પરંતુ આ ઝાડ વરસાદ, વાવાઝોડામાં જળમૂળમાંથી ઉખડીને મકાન પર પડવાની શક્યતા રહેલી છે. આ ઝાડને દૂર કરવાની માંગણી કરાઇ છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dm6CVO
via IFTTT

Post a Comment

Previous Post Next Post