વાડજમાં પડોશીએ એસિડ ફેંકતા માતા પુત્ર દાઝી ગયા


અમદાવાદ, સોમવાર

જુના વાડજમા ંરહેતી મહિલા તેના ત્રણ વર્ષના દિકરા સાથે ઘરમાં ઉંગી રહી હતી ત્યારે મોડી રાત્રે પડોશીએ એસિડ ફેંકતા બન્ને દાઝી ગયા હતા. મહિલાનો દિયર અગાઉ પડોશીની દિકરીને લઈને ભાગી જતા તેને સજા થઈ હતી. જેમાં તે પેરોલ પર છુટીને આવતા મહિલાના ઘરમાં રોકાયો હતો. આથી ઉશ્કેરાયેલા પડોશીએ આ પગલું ભર્યું હતું. વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 જુના વાડજમાં રમતુજીની ચાલીમાં કિરણબહેન કે.ચૌહાણ(૨૫) તેમના પરિવાર સાથે રહે છે.સાતેક વર્ષ પહેલા તેમનો દિયર વિજય પડોશમાં રહેતા મનોજ એન.રાઠોડની દિકરીને લઈને ભાગી ગયો હતો. જેમાં તેને સજા થઈ હતી. દરમિાન વિજય ૧૫ દિવસની પેરોલ રજા પર મહિલાના ઘરે આવ્યો હતો. આથી પડોશમાં રહેતા મંગલદીપ કોરીએ મનોજ રાઠોડને કહ્યું હતું. બાદમાં બન્નેએ કિરણબહેનના ઘરે આવીને વિજયને આશરો આપવા બાબતે ઝઘડો કરીને તેમના પતિને માર માર્યો હતો. જે બાબતે કિરણબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મનોજ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપતો હતો.

દરમિયાન કિરણબહેન તેમના બે દિકરા સાથે ઘરમાં ઉંગી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે મનોજ રાઠોડે કિરણબહેનના ઘરના પાછલના તુટેલા દરવાજાની ખુલ્લી જગ્યામાંથી એસિડ ફેંક્યો હતો. જેમાં કિરણબહેન પગમાં દાઝી જતા બાજુના ખાટલામાં કુદી ગયા હતા. મનોજે ફરીથી એસિડ ફેંકતા કિરણબહેનનો ત્રણ વર્ષનો પુત્ર પણ પગના ભાગે દાઝી ગયો હતો.જતા જતા મનોજે આ વખતે તો તુ બચી ગઈ પણ હવે નહી બચે અને તને પતાવી દઈશ એવી ધમકી આપી હતી.બાદમાં માતા પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે કિરણબહેને મનોજ રાઠોડ વિરૃધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.    



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wPV5Ww
via IFTTT

Post a Comment

أحدث أقدم