
બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના સીમેજ-કોઠ રોડ પર અજાણ્યા કારચાલકની અડફેટે બાઈકપર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું જે અંગે ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે ધોળકા ગ્રામ્ય પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ફરિયાદી માંડણભાઈ ભરવાડ ઉ.વ.૩૭, રહે.કારીયાપરા ધોળકાવાળાના મોટાબાપાના દિકરા ધનુભાઈ બાથાભાઈ ભરવાડ ઉ.વ.૩૭ અને તેમના ભાઈ અજયભાઈ સગ્રામભાઈ ભરવાડ દરરોજ બાઈક પર ચીરીપાલ ધોરી ખાતે ફેકટરીમાં નોકરીએ જાય છે ત્યારે રાબેતા મુજબ બાઈક લઈને સીમેજથી ખરાટી તરફ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન સામેથી આવતી એક કાર સામે શ્વાન આવી ચડતાં કારચાલકે અચાનક કાઉ મારતાં કાર રોંગ સાઈડમાં આવી બાઈક સાથે ઘડકાભેર અથડાતા બાઈક પલટી મારી ગયું હતું જેમાં બાઈકચલક સહિત પાછળ બેસેલ સાહેદ ભનુભાઈ ભરવાડને ઈજાઓ પહોંચી હતી. જેમાં ભનુભાઈને વધુ ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જે અંગે ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે અજણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AcKZkS
via IFTTT
Post a Comment