સાણંદ તાલુકામાં આતંક મચાવનાર તસ્કર ગેંગનો સાગરિત પકડાયો


સાણંદ : સાણંદ તાલુકામાં ઘરફોડ ચોરીમાં આતંક મચાવનાર ગેંગના સાગરિતને જીઆઇડીસી પોલીસે ઝડપી લીધો. પોલીસે આરોપી પાસેથી ૬૭૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. જેમાં ચોરીના અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાવાની શકયતા છે.

સાણંદ જીઆઇડીસી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટર ડી. જે. વાઘેલા સહિત પોલીસે સ્ટાફે સાણંદ તાલુકામાં આવેલા છારોડી ગામના પાટીયા પાસે પહોંચી જઇ એક શખ્સને ઝડપી લીધો હતો. બાદમાં તેની પુછપરછ કરતાં તે છારોડી ગામના મસ્જીદ વાસમાં રહેતો શાહરૂખખાન બસીરખાન હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી પોલીસે ૪૯૦ રૂપિયાના મસાલા, ૫૩૦૦ રૂપિયાના ૨ નંગ મોબાઇલ અને ૯૨૦ રૂપિયાની રોકડ મળી ૬૭૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35M8ljg
via IFTTT

Post a Comment

Previous Post Next Post