ભગવાન જગન્નાથજીનું મોસાળ સરસપુરમાં આગમન

અમદાવાદ, તા.24 જૂન 2021, ગુરૂવાર

ભગવાન જગન્નાથજી આજે ગુરૂવારે પૂનમના દિવસે તેમના ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાને ઘરે પધાર્યા હતા.જ્યાં તેઓ સળંગ પંદર દિવસ રોકાશે. ભગવાનના આગમન સાથે સરસપુરવાસીઓમાં ભારે આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

જળયાત્રા બાદ ભગવાન મોસાળમાં આવશે અને તેમના દર્શન થશે તેવી આશા સાથે મોટી સંખ્યામાં સરસપુરની ગલીઓમાં ભક્તો ઉમટી પડયા હતા. સાંજે ૪ઃ૪૫ કલાકે ભગવાન જગન્નાથજીનું આગમન થયું હતું. ત્યારે તેમના આગમનને મેઘરાજાએ પણ વધાવતા અમી છાંટણા કર્યા હતા.

સરસપુરમાં આજે ઉત્સવનો દિવસ હતો. ભક્તોના ચહેરા પર અનેરો આનંદ છવાયો હતો. રોડ પર ફટાકડા ફોડી, નાચગાન કરી, જય જગન્નાથજીનો જયઘોષ કરીને ભક્તજનોએ તેમનો અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. મોસાળમાં ભગવાનને પંદર દિવસ લાડ લડાવવામાં આવશે.

રોજ નવા નવા ભોગ ધરાવાશે. આરતી-પૂજા પાઠ અને ભજનની રમઝટ જામશે. આ દિવસો દરમિયાન ભક્તજનો કોવિડ-૧૯ ના નિયમોના પુરેપુરા પાલન સાથે ભગવાનના દર્શન કરી શકશે.આ વર્ષે રથયાત્રા યોજાશે તેવી આશા ભક્તજનો રાખી રહ્યા છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gTqotY
via IFTTT

Post a Comment

أحدث أقدم