અમદાવાદ,તા.23 જૂન 2021, બુધવાર
પૂર્વ ઝોનમાં હાથીજણ-રામોલ વોર્ડની વોર્ડ સંકલન સમિતિની બેઠક લાલગેબી આશ્રમ ખાતેની મ્યુનિ.વોર્ડ ઓફિસમાં યોજાઇ હતી. જેમાં વોર્ડને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રાથમિક સુવિધા, જનહિતના કામો, પાણી, ગટર, વીજળી, ટીપી રસ્તા સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા.
દર મહિને વોર્ડ સમિતિની બેઠક યોજાતી હોય છે. જેમાં જેતે વોર્ડના મ્યુનિ.અધિકારીઓ, કોર્પોરેટરો હાજર રહેતા હોય છે અને વોર્ડને લગતા વિવિધ કામો, પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણ થતી હોય છે.
રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર મૌલિક પટેલના જણાવ્યા મુજબ વોર્ડની સંકલન સમિતિની બેઠકમાં હાથીજણ રિંગ રોડ પર પાણીની ટાંકી બનાવવાનો પ્રશ્ન ચર્ચાયો હતો. જેમાં અનેક સોસાયટીઓ અને ફ્લેટોમાં ઓછા પ્રેસરથી અને ઓછુ પાણી આવવાની સમસ્યા હલ થશે. વોર્ડમાં આવેલી તમામ સ્ટ્રોમ વોટર લાઇનો સાફ કરવા અંગે પણ રજૂઆત કરી હતી.
રિંગ રોડ ચાર રસ્તા પરના ખાડાઓ પુરવા, ગેરતપુર રોડનું પેચવર્કનું કામ કરાવવા, પાણીનું પ્રેસર ન હોય ત્યાં પ્રેસર વધારી લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. ખારીકટ કેનાલની સફાઇ કરવા, ટીપી રોડ ખોલવા માંગણી કરી હતી.
વિવેકાનંદનગર હાથીજણ વચ્ચે ખારીનદી પર પુલ બનાવવામાં આવે ેતેવી પણ માંગણી કરી હતી. દર ચોમાસામાં વધારે પાણી આવવાની સ્થિતિમાં આ પુલ પાણીમાં ંડૂબી જતો હોવાથી અનેક ગામો સંપર્ક વિહોણા બની જતા હોય છે. લોકોએ બડોદરા થઇને ફરીફરીને જવું પડે છે.
વિંઝોલ ગામથી સાઇનાથ ટેર્નામેન્ટ વચ્ચે ખારીકટ કેનાલ પર ગરનાળું બનાવવામાં આવે, હાથીજણ લાલગેબી સર્કલથી રાધે ઉપવન તથા ગેરતપુર સુધી ડ્રેનેજ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે બાબત પણ બેઠકમાં ચર્ચાઇ હતી.
વિનોબાભાવે નગરના બાકીના મકાનની આકારણી કરાવવી, વિંઝોલ સ્મશાનગૃહ સુધીનો રસ્તો આરસીસીનો બનાવવો, ખારીકટમાં પાણી આવતા કોઝવે પુલ પાણીમાં ડૂબી જાય છે જેથી ગરનાળા સાફ કરવા, રેલિંગ નવી નાંખવીબંને સાઇડ માટીના ઢગલા હટાવી લેવા, પંડિત દિનદયાળ નગર ઇડબલ્યુએસ ક્વાટર્સ અને રાધેશ્યામ હાઉસિંગમાં નર્મદાનું પાણી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qtzFMM
via IFTTT
إرسال تعليق