નવરંગપુરામાં આંગડીયા પેઢીની વેપારી સાથે ૧ કરોડની છેતરપિંડી ઃ આઠ સામે ગુનો



અમદાવાદ, મંગળવાર

નવરંગપુરાની એક આંગડીયા પેઢી દ્વારા વેજલપુરના વેપારીને તેમની આંગડીયાની સ્કિમમાં એક કરોડ જમા કરાવશો તો તમારા ખાતામાં કોઈ એક કંપની દ્વારા દોઢ કરોડ સુધીનું આરટીજીએસ કરવામાં આવશે, એમ કહ્યું હતું. આથી વેપારીએ એક કરોડ જમા કરાવતા તેમને કોઈ નાણાં મળ્યા ન હતા. જેને પગલે તેમણે નવરંગપુરામાં આંગડીયા પેઢીના માલિક સહિત આઠ શખ્સો વિરૃધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વેજલપુરમાં રહેતા અને પ્રિન્ટીંગ મટિરીયલ્સનું ટ્રેડીંગ કરતા રાજકુમાર એસ.શુક્લા(૪૪)ને કોઈ અજાણી મહિલાએ ફોન કરીને પર્સનલ લોન, મોર્ગેજ લોન આપવાનું કામ કરે છે એમ કહ્યું હતું. રાજકુમારને ધંધા માટે મોર્ગેજ લોનની જરૃર હોવાથી તેમણે મહિલાએ આપેલા નવંરગપુરાની ઓફિસેના સરનામે જઈને જયેશભાઈ જી.પંજવાણીનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમણે રાજકુમારને મોર્ગેજ લોન કરી આપતા તેમની વચ્ચે ઓળખાણ થઈ હતી.  બાદમાં પંજવાણીએ રાજકુમારને ફોન કરીને  તેમની પાસે આંગડીયાની એક સ્કિમ છે જેમાં એક કરોડ રૃપિયા આંગડીયા પેઢીમાં જમા કરાવવાથી તમારા ખાતામાં કોઈ એક કંપની દ્વારા અંદાજે દોઢ કરોડનું આર.ટીજી.એસ કરવામાં આવશે. આ નાણાં રૃપિયા જમા કરાવ્યાના બે થી ત્રણ કલાકમાં આરટીજીએસથી તને નાણાં પરત મળશે, એમ પંજવાણીએ કહ્યું હતું.

આથી રાજકુમારે તેમના મિત્ર  હરીરામ ડી.યાદવને વાત કરતા બન્નેએ તેમના વર્તુળમાંથી એક કરોડ એકઢા કરીને જયેશભાઈને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, કહ્યું હતું.આથી પંજવાણીએ તેમને નવરંગપુરા પીયુરાજ ચેમ્બર્સ સ્થિત પટેલ રાજેશકુમાર રમેશભાઈ આંગડીયા સર્વિસની ઓફિસે બોલાવ્યા હતા. બાદમાં રાજકુમાર અને હરીરામ રૃ.૧ કરોડ લઈને આંગડીયા ઓફિસે પહોચ્યા હતા જ્યાં પંજવાણીનો માણસ અલ્લાઉદ્દીન ઉર્ફે મલીક, પ્રલાદભાઈ આઈ.પટેલ, ચિંતન પી.ઘોરેડા, દિપક એમ.પરમાર આંગડીયા પેઢીના માલિક રમેશભાઈ પટેલ તથા અન્ય  એક શખ્સ હાજર હતો.તેમણે આ નાણાં રમેશભાઈને આપ્યા હતા.તેમણે હરીરામના નામની એક પરચી તથા ૨૦ની ફાટેલી નોટનો ટુકડો રાજકુમારને આપ્યો હતો અને બીજો ટુકડો પોતાની પાસે રાખ્યો હતો. ત્યારબાદ સર્વર ડાઉન છે અને રૃપિયા જમા કરાવવા ચીનુભાઈ ટાવર ખાતે જવું પડશે, એવા બહાના આરોપીઓએ બતાવ્યા હતા. રાજકુમારે  તે આટલુ જોખમ લઈને ત્યા જશે નહી, એમ કહ્યું હતું. બાદમાં આંગડીયા પેઢીનો એક માણસ એક કરોડ લઈે નીકળી ગયો હતો. ત્યારબાદ એક પછી એક અન્ય લોકો પણ રવાના થઈ ગયા હતા.આમ પોતાની સાથે છેતરપિંડી થતા રાજકુમારે રાજેશકુમાર આપ.પટેલ, જયેશ પંજવાણી, અલ્લાઉદ્દીન મલીક, પ્રહલાદ પટેલ, ચિંતન ઘોરેડા, દિપક પરમાર, હોપાલ અને અભિષેક શુક્લા સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d3GT4x
via IFTTT

Post a Comment

Previous Post Next Post