રિસાઇને પત્ની આવી અને જીજાજીએ શાહીબાગમાં આવી સાળીને મારી

અમદાવાદ,મંગળવાર

 ઓઢવ સાસરીમાંથી બહેન રિસાઇને આવી હતી, જીજાજીએ સરસપુરમાં રહેતા સાળી સાથે શાહીબાગ વિસ્તારમાં શાક માર્કટ ખાતે આવીને મારા મારી કરી હતી, એટલું જ નહી બેહનની સાસુએ યુવતીને વાળ પકડી નીચે પાડી દઇને માર માર્યો હતો. માતા દિકરીને છોડવા જતાં જમાઇએ સાસુને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે  મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

બહેનની સાસુએ યુવતીને વાળ પકડી નીચે પાડી જાહેરમાં મારી ઃ છોડાવવા જતાં જમાઇએ સાસુને મારી નાખવાની ધમકી આપી

આ કેસની વિગત એવી છે કે સરસપુરમાં અનિલ સ્ટાર્ચ  રોડ પર કાલિકાપાર્કમાં રહેતા કાજલબહેન પ્રવીણભાઇ પટણી (ઉ.વ.૨૦)એ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઓઢવ વિરાટનગર પાસે  મંગલ પાંડે હોલ  સામે શિવશક્તિનગરમાં રહેતા વિશાલભાઇ ભીખાભાઇ પટણી સહિત ત્રણ સામે ફરિયાદ નોધાવી છે, કે તા. ૨૬ના રોજ સાંેજે સાડા સાત વાગે ફરિયાદી તેની માતા સાથે શાહીબાગ વિસ્તારમાં ચમનપુરા ખાતે શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગઇ હતી, જ્યાં બાપાલાલની ચાલી પાસે ફરિયાદીના જીજાજી વિશાલ પટણી અને તેના  મોટાભાઇ તથા તેમની માતા ત્રણેય આવ્યા હતા.

જ્યાં બહને રિસાઇને આવી હોવાથી  ફરિયાદી સાથે તકરાર કરી હતી અને બનેવી તથા તેમના ભાઇએ યુવતીને ઢોર માર માર્યો હતો અને બહેનની સાસુએ વાળ પકડીને નીચે પાડીને મારી હતી. બુમાબુમ થતાં લોકો દોડી આવ્યા હતા, યુવતીના માતા છોડાવવા વચ્ચે પડતાં જમાઇેએ સાસુને મારી નાંખવાની ધમકી આપીને ત્રણેય આરોપી ત્યાંથી ભાગી ગયા હતા, ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jzdPpo
via IFTTT

Post a Comment

Previous Post Next Post