અમદાવાદ, મંગળવાર
ઘાટલોડીયામાં બંગલામાંથી વિદેશી દારૃનું વેચાણ ચાલતું હોવાની માહિતીને આધારે સોલા પોલીસે અહીં દરોડો પાડયો હતો. જેમાં બંગલામાં બનાવેલા ભોંયરા અને કારમાંથી રૃ.૯,૦૨,૮૦૫ની કિંમતનો દારૃ કબજે કરીને એક આરોપીની અટક કરી હતી.
સોલા પોલીસને માહિતી મળી હતી કે ઘાટલોડીયામાં હરીવિલા બંગ્લોઝના એક બંગલામાં રહેતો વિનોદકુમાર છગનભાઈ પટેલ ચોરીછુપીથી વિદેશી દારૃનો ધંધો કરે છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડતા વિનોદકુમાર વોરા ઘરે મળી આવ્યો હતો. પોલીસે ઘર નજીક પાર્ક કરેલી તેની કારમાં તપાસ કરતા દારૃનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડીને જોતા ભોંયુ બનાવેલું હોવાનુ જણાયું હતું. પોલીસે સિડી વાટે ભોંયરામાં તપાસ કરતા અહીંથી પણ દારૃનો જથ્થો મળી આવ્યો હતો. આમ ભોંયરામાંથી અને કારમાંથી પોલીસને કુલ રૃ.૯,૦૨,૮૦૫ની કિંમતનો દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃ અને ટોયોટા કંપનીનીનકોરોલા કાર મળીને કુલ રૃ.૧૪.૦૮,૩૦૫નો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિનોદકુમાર વોરાની અટક કરી હતી. સોલા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gV8h5P
via IFTTT
إرسال تعليق