અમદાવાદ,રવિવાર
પૂર્વ વિસ્તારમાં ફૂલ સ્પિડમાં વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, ખોખરામાં રહેતા વૃધ્ધને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારીને ઇકો કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મધરાતે બનેલી ઘટના ઃ ખોખરામાં રહેતા વૃધ્ધની સાઇકલને ઇકો કારના ડ્રાઇવરે ટક્કર મારી, સમયસર સારવાર ન મળતાં મોત નીપજ્યું
આ કેસની વિગત એવી છે કે ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં સ્મશાનગૃહ પાસે સરદારની ચાલીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજનારાયણ સુરજુપ્રસાદ યાદવ (ઉ.વ.૬૫) તા.૨૫ના રોજ બપોરે ૩ વાગે સાઇકલ લઇને વન્ડર પોઇન્ટ ખાતે નોકરી ગયા હતા અને રાતે ૧૧ વાગે પરત આવી રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં સીટીએમ ચાર રસ્તા પાસે સાઇકલને ટક્કર મારી હતી.
જેથી વૃધ્ધને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી, સ્થાનિક કોઇક ે એમ્બ્યુલન્સને બોલાવતાં તેમાં પ્રથમ એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મગજના ડોક્ટર હાજર ન હોવાથી વૃધ્ધને ગંભીર હાલતમાં મધરાતે અસારવા સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આઇ ડિવિઝન પોલીસે ગુનો નોધી ફરાર ઇકો કારના ડ્રાઇવરને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ આધારે કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w1aIcG
via IFTTT
Post a Comment