સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે રોપ-વે પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે : ટુરિસ્ટ માટે નવું નઝરાણું


પ્રવાસીઓ નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદી, સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી જોઇ શકશે

ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં 62 કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રોપ-વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઇ બંધની ઉંચાઇથી વધુ હશે.

આ જગ્યાએ સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, રિવર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી-પ્લેન સહિતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે કુલ 4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીને આકર્ષવા માટે બે ગિરિમાળાને જોડતો વિશ્વકક્ષાનો રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટ્સ ગાર્ડને જોડતો રોપ-વે બનશે જે 1.25 કિલોમીટર લાંબો હશે.

આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે.આ રોપ-વે મોનો કેબલ ડિટેચેબલ ગોંડોલા સિસ્ટમ પ્રમાણે બનશે, જેમાં પાંચ ટાવર મૂકાશે. બે સ્ટેશન ઉભા કરાશે. 8.35 મીટરના ટાવરો હશે. કેબિનો વચ્ચે 24 સેકન્ડનો ઇન્ટરવલ રહેશે. 

6 મિનિટ પ્રતિ સેકન્ડની લાઇન સ્પીડ હશે.તેમણે કહ્યું હતું કે રોપ-વે શરૂ થતાં પ્રવાસીઓ નદીના એક છેડેથી બેસીને નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદી, સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, ગ્રીન વેલી સહિતની સુવિધાઓ જોઇ શકશે.

કેક્ટસ ગાર્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નદીના વિપરીત કિનારા પર છે. જે પ્રવાસીઓ બગીચામાં જવા માગે છે તેમને નદીના બીજા કિનારે જવું હોય તો 13.8 કિલોમીટરની યાત્રા કરવી પડે છે અને તેના માટે 40 મિનિટનો સમય લાગે છે પરંતુ રોપ-વેમાં પ્રવાસી માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SVI5jA
via IFTTT

Post a Comment

Previous Post Next Post