ભગવાન જગન્નાથજીને કેરીનો ભોગ ધરાવાયો

અમદાવાદ, તા.27 જૂન 2021, રવિવાર

સરસપુર રણછોડરાયજી મંદિરે આજે રવિવારે ભગવાન જગન્નાથજીને ૪૦૦ કિલો કેરોનો ભોગ ધરાવાયો હતો. ' કેરીના મનોરથ ' તારીખે આયોજાયેલા આ  પ્રસંગે મોટી સંખ્યામા ભાવિકભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

સાંજે ૪ઃ૩૦ કલાકે મંદિર ખૂલ્યા બાદ  ભગવાનની આરતી કરવામાં આવી હતી. હવે આગામી તા.૩૦ જૂને ૪૦ કિલોના સુકામેવાનો મનોરથ યોજાશે.

ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ, બહેન સુભદ્રાજી સાથે સરસપુરમાં મામાના ઘરે પંદર દિવસ માટે પધાર્યા છે. જ્યાં મોસાળમાં તેમની ભક્તો દ્વારા ભારે સરભરા કરવામાં આવી રહી છે. ભગવાનને લાડ લડાવાઇ રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qwrqiX
via IFTTT

Post a Comment

Previous Post Next Post