હોમીયોપેશીની ડિગ્રી ધરાવતો અને એલોપથી દવાખાનું ચલાવતો ડોક્ટર ઝડપાયો


અમદાવાદ, બુધવાર

અમદાવાદ ગ્રામ્યના લપકામણ ગામમાં હોમીયોપેથી ડિગ્રી ધરાવતો ડોક્ટર એલોપથી દવાખાનું ચલાવતો હોવાની માહિતીને આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજીઅઅહીંથી ડોક્ટરની અટક કરી હતી. તેની પાસેથી પોલીસે દવાઓ અને મેડિકલના સાધનો મળીને કુલ રૃ.૧૯,૫૫૧નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદ ગ્રામ્યના લપકામણ ગામમાં છેલ્લા એક વર્ષથી એક ડોકટર ગેરકાયદે એલોપથી દવાખાનુ ચલાવે છે. જેને આધારે પોલીસે લપકામણ ગામમા શ્રી પ્રમુખ ક્લિનીક નામથી ગેરકાયદે એલોપથી દવાખાનું ધરાવતા રવીન્દ્ર માણેકલાલ વિઠ્ઠલપરા(૩૮)ની અટક કરી હતી. ઘાટલોડીયામાં સીમંધરનગર ટેનામેન્ટમાં રહેતો રવીન્દ્ર હોમિયોપેશીની ડિગ્રી ધરાવે છે અને ભાડેથી દુકાન રાખીને એલોપથી દવાખાનું ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

તેના દવાખાનામાંથી પોલીસે જુદી જુદી કંપનીની એલોપેથી દવાઓ અને મેડિકલના સાધનો મળીને કુલ રૃ.૧૯,૫૫૧ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wRcNc2
via IFTTT

Post a Comment

أحدث أقدم