દાણીલીમડામાં હોમ ગાર્ડ જવાનને ઢોર મારમારી તલવારથી હુમલો

અમદાવાદ,મંગળવાર

દાણીલીમડામાં રહેતા હોમગાર્ડ જવાન પર બે શખ્સોએ લાકડના દંડા તથા તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ યુવકને બેભાન હાલતમાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યો છે. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

માથામાં લાકડાના દંડાથી માર્યો ભાગવા જતા લાત મારી નીચે પાડી ઢોર મારમારી ઘાતક  હુમલો કરી બે શખ્સો ફરાર ઃ બેભાન હાલતમાં સારવાર હેઠળ

 આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં કબાડી  માર્કેટ પાસે પરિક્ષીતલાલનગર સામે દશરથમુખીની ચાલીમાં રહેતા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડીવી ૧૧ ખાતે હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરતા લીલાધરભાઇ પરષોત્તમભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ દશરથમુખીની ચાલીમાં રહેતા પ્રકાશ ઉર્ફે કાળુ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સવારે ફરિયાદીના ભાઇ સાથે આરોપી તકરાર કરતો હતો, સમજાવવા જત બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી, ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગે ચાલીના નાકે ઘંટી પાસે  બેઠા હતા. 

જ્યાં આરોપી અને તેનો મિત્ર બન્ને આવ્યા હતા અને પ્રકાશે માથામાં લાકડાના દંડા મારીને કહેવા લાગ્યો કે તે મારા પર હાથ ઉપાડયો હતો માટે આજે તને પતાવી દેવો છે, માથામાં ઇજાઓ થતાં યુવક  ભાગવા જતાં પ્રકાશે તેના મિત્રને કહ્યુ કે આને મારી નાંખવો છે, ભાગવા ના દેતો તેમ કહેતા અજાણ્યા યુવકે ફરિયાદીને લાત મારી નીચે પાડી દીધો હતો. આ શખ્સે તલવારથી હુમલો કર્યો હતો જો કે યુવક નમી જતાં પ્રકાશે માથામાં દંડા  મારીને બન્ને યુવકોએ ફરિયાદીને ઢોર માર મારીને રિક્ષામાં નાસી ગયા હતા. ગંભીર રીતે  ઘાયલ  યુવકને  બેભાન  હાલતમાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામા ં  આવ્યો હતો. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે બે શખ્સો સામે ખૂની હુમલાનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrGNrx
via IFTTT

Post a Comment

أحدث أقدم