વૃધ્ધ વેપારીને વાઈનના ધંધામાં મોટો નફો થશે કહીને ૩૪ લાખની ઠગાઈ કરી

  

અમદાવાદ, બુધવાર

એલિસબ્રિજમાં રહેતા વૃધ્ધને મહિલાએ સિંગાપોરથી બોલતી હોવાનું અને વાઈનના ધંધામાં રોકાણ કરશો તો સારો નફો થશે કહીને લાલચ આપી હતી. જેમાં તેણે વૃધ્ધ સાથે રૃ.૩૪,૦૩,૦૦૦ની છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સાયબર ક્રાઈમ પોલીસે અજાણી મહિલા વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી એલિસબ્રિજમાં જૈન સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ આર.ગાંધી(૮૧) રેડીમેડ ગારમેન્ટ્સ અને શેર બજારની ઓફિસ ધરાવી વ્યવસાય કરે છે. દરમિયાન તેમના મોબાઈલ પર મહિલાએ મેસેજ કર્યા બાદ ફોન કરીને પોતાનું નામ એલીના અને તે સિંગાપોરમાં રહેતી હોવાનું કહ્યું હતું. તે ઈન્ટરનેશનલ વાઈન એનાલીસ્ટ તરીકે જીઆઈસીમાં કામ કરે છે અને આ વાઈનના વેપારમાં જોડાશો તો સારો નફો થશે, એમ કહ્યું હતું. જેમાં મહેન્દ્રભાઈએ એલીનાએ આપેલા એકાઉન્ટમાં એક લાખ ભરતા તેમને ૭૪,૦૨૧ નો નફો થયો હતો. બાદમાં તેમણે રૃ.૩૫,૦૦,૦૦૦ ભર્યા હતા. જેમાં તેમણે પ્રોફિટના રૃ.૧૦ લાખ માટે ફોર્મ ભરતા નાણાં મળ્યા ન હતા. એલીનાએ તમે ફક્ત એકલાખ ઉપાડી શકશો કહેતા તેમણે એક લાખ રૃપિયા માટેનું  ભર્યું હતું. જેમાં તેમને રૃ.૯૭,૦૦૦ પરત મળ્યા હતા. જોકે બાદમાં એલીનાએ ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે મહેન્દ્રભાઈએ સાયબર ક્રાઈમ પોલીસમાં રૃ.૩૪,૦૩,૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zRKWdQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post