અમદાવાદ,બુધવાર
દારૃબંધીના કાયદાના પાલન કરવાની જેમના માથે જવાબદારી તે ખૂદ પોલીસ જ બુટલેગરની ભૂમિકા ભજવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિક્રમસિંહ વાઘેલાને શાહીબાગ પોલીસ લાઇનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયો છે. આરોપી કારમાં દારૃની હેરાફેરી કરતો હતો અને પોલીસ લાઇનમાં દારૃ વેચતો હતો. શાહીબાગ પોલીસે તેની પાસેથી દારૃની ૧૫૪ બોટલો સહિત કુલ રૃા. ૪.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં દારૃની હેરાફેરી ઃ શાહીબાગ પોલીસ લાઇનમાં દારૃ વેચતો હતો ઃ પાન- મસાલાના થેલામાંથી વિદેશી દારૃની ૧૫૪ બોટલો સાથે હે.કો. રંગેહાથ પકડાયો
શાહીબાગ પોલીસને પોલીસ કન્ટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે શાહીબાગ પોલીસ લાઇનમાં આ રોપી કારમાં દારૃનું વેચાણ કરી રહ્યો છે. જેને લઇને શાહીબાગ પોલીસ સ્ટેશનના સિિનિયર પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાડેજા પોલીસ કાફલા સાથે ગઇકાલે રાતે ૧૧ વાગે પોલીસ લાઇનમાં પહોંચી ગયા હતા અને ત્યાં જઇને તપાસ કરતાં પોલીસ લાઇન ગ્રાઉન્ડમાં સફેદ કલરની સ્વિફ્ટ મારુતી કાર પડી હતી, પોલીસે દરવાજો ખખડાવીને આરોપીને બહાર બોલાવીને પૂછપરછ કરતાં ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં નવરંપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા મૂળ ગાંધીનગર જિલ્લાના પિપળજ ગામના વતની તથા હાલ ચાંદખેડા વિસ્તારમાં આઇ.ઓ. રોડ પર માનવનગરની બાજુમાં નુતન પ્રકાશ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ઇશ્વરસિંહ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા કારની વચ્ચેની સીટમાં તથા કારની બેકીમાંથી ગુટખા-પાન મસાલાના થેલામાંથી રૃા. ૪૪.૨૨ ની કિંમતની વિદેશી દારૃની ૧૫૪ નંગ બોટલો તથા કાર સહિત પોેલીસે કુલ રૃા. ૪,૫૧,૨૮૦ ની મત્તા કબેજે કરીને આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, આરોપી કેટલા સમયથી આ ગોરખધંધો કરતો હતો અને તેેની સાથે કાણ કોણ બુટલેગરો સંડોવાયેલા છે. દારૃ ક્યાંથી લાવીને કોને કોને સપ્લાય કરતો હતો તે સહિતની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T0O5HF
via IFTTT
إرسال تعليق