
ઐતિહાસિક વિરાસતની ગવાહી આપતા
ખંભાત અને દાંતામાં ખોદકામ દરમિયાન આરસની કલાત્મક,નયનરમ્ય અને અત્યંત દુર્લભ પ્રતિમાઓ મળી હતી
વડોદરા : કલા,સ્થાપત્ય અને સંસ્કૃતિના ભવ્ય વારસાનો સંગ્રહ કરી ઐતિહાસિક વિરાસતની ગવાહી આપતા વડોદરા મ્યુઝિયમમાં 822 વર્ષ જૂની જૈન તીર્થંકરોની અત્યંત દુર્લભ પ્રતિમાઓનું આગમન થતાં ઇતિહાસંમાં રૂચિ ધરાવતા તેમજ ધર્મભાવનાવાળા ભાવિક લોકામાં ે આનદની લાગણી ફેલાઈ ગઈ છે.
ભાવિ પેઢી આપણા ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે વર્ષ-1894માં યુ.કે.ના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ જેવું વડોદરાના કમાટીબાગમાં ભવ્ય મ્યુઝિયમ બનાવ્યું હતું.જેમાં કલા,સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન વારસાને સાચવવામાં આવ્યો છે.
દેશ-વિદેશમાં પ્રખ્યાત વડોદરા મ્યુઝિયમમાં ત્રણ નવી ધરોહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે વડોદરાની કલાપ્રેમી જનતા માટે આનંદનો અવસર છે.તાજેતરમાં ખંભાત ખાતે ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરની આરસની અત્યંત દુર્લભ પ્રતિમા મળી હતી.15 કિલોની પ્રતિમા સવાફૂટ ઊંચી અને પોણો ફૂટ પહોળી છે.જેમાં લખેલા લખાણ મુજબ સવંત 1301 એટલે કે 777 વર્ષ પૌેરાણિક આ પ્રતિમા છે.
આજ રીતે બનાસકાંઠાના દાંતા નજીક દિવડી ખાતે એક બિલ્ડિંગના ખોદકામ દરમિયાન સંવત 1254ની એટલે કે 822 વર્ષ જૂની બે પ્રતિમા મળી હતી. તીર્થંકરોની આરસની આ ેપ્રતિમાઓ પણ અત્યંત કલાત્મક અને જાણે જીવંત હોય તેવી દુર્લભ છે.આ ત્રણેય પ્રતિમાને વિધિવત કલેક્ટર દ્વારા વડોદરા મ્યુઝિયમને સોંપવામાં આવતાં બે પ્રતિમાને હાલમાં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
મુસ્લિમ ડ્રાઇવરે સુરક્ષિત રીતે પ્રતિમા બહાર કાઢી
ખંભાત ખાતે પશુ દવાખાનાની ઇમારતના સ્થળે જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઇરફાનભાઇ નામના જેસીબીના ડ્રાઇવરને ખોદકામ વખતે અસાધારણ સફેદ પથ્થર દેખાતાં તેણે ખોદકામ બંધ કર્યું હતું અને પથ્થર કાઢતાં તે દુર્લભ પ્રતિમા હતી.જેથી તેણે આ પ્રતિમા બહાર કાઢી અધિકારીઓને સુપરત કરી હતી.ત્યારબાદ તલાટીએ પંચનામુ કરી મામલતદારને આ પ્રતિમા આપી હતી.સુંદર પ્રતિમાને લેવા માટે જૈન ટ્રસ્ટો તૈયાર હતા.પરંતુ આ પ્રતિમાને વિધિવત રીતે વડોદરા મ્યુઝિયમને સોંપાઇ છે.
પ્રતિમાઓને કારીગરો દ્વારા રિસ્ટોર કરાવી
જૈન તીર્થંકરોની ત્રણેય દુર્લભ પ્રતિમાઓને વડોદરાના મ્યુઝિયમમાં લવાયા બાદ ખાસ કારીગરો દ્વારા રિસ્ટોર કરાવી પહેલાં જેવી સુંદર બનાવવામાં આવી છે.આ પ્રતિમાઓ પૈકી ખંભાતની એક પ્રતિમા માટે ખાસ શો કેસ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં ટૂંક સમયમાં તે મૂકવામાં આવશે.
ખંભાતમાં પશુ દવાખાનાના ખોદકામ દરમિયાન પ્રતિમા મળી
વિધર્મીઓના આક્રમણ દરમિયાન પ્રતિમાઓ દાટી દેવાઇ હોવાનું અનુમાન
પુરાતત્વ વિભાગના નિષ્ણાતોની ટીમ પ્રતિમાઓ તેમજ તેના લખાણનો અભ્યાસ કરશે
જૈન તીર્થંકરોની પ્રતિમાઓનો અભ્યાસ કરવા માટે પુરાતત્વ વિભાગના નિષ્ણાતોની ટીમની મદદ લેવામાં આવી છે. વડોદરા મ્યુઝિયમના ક્યૂરેટર વિજયકુમાર પટેલે કહ્યું હતું કે,જૈન ધર્મની ત્રણેય પ્રતિમાઓ ખોદકામ દરમિયાન મળી હતી.જૈ પૈકી ખંભાતમાં ત્રણ દરવાજા પાસે પશુ દવાખાનાની કચેરી ખાતે ખોદકામ કરતાં 15 કિલો વજનની એક સુંદર પ્રતિમા મળી હતી.
જ્યારે દાંતા નજીક દિવડી ગામે એક બિલ્ડિંગના ખોદકામ વખતે બે દુર્લભ પ્રતિમા મળી હતી. આ પ્રતિમાઓના લખાણનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની ટીમો આવનાર છે.એક અનુમાન મુજબ વિધર્મીઓના આક્રમણથી બચવા માટે આવી દુર્લભ પ્રતિમાઓને દાટી દેવામાં આવી હશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j4IN90
via IFTTT
إرسال تعليق