બેંકના ફિલ્ડ ઓફિસરને લૂંટી લેવાના પ્રકરણમાં 5 શખ્સોની ધરપકડ


બગોદરા : અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન લુંટ, ફાયરીંગ, હત્યા સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં ઢેઢાળ-સાંકોળ રોડ પર થયેલ લુંટના પાંચ આરોપીઓને બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં લુંટની રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ફરિયાદી શૈલેષભાઈ માનસીંગભાઈ બારીઆ ઉ.વ.૩૫ જેઓ આઈડીએફસી બેંકમાં ફિલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવે છે તેઓ રાબેતા મુજબ પોતાનું બાઈક લઈ અલગ-અલગ ગામોમાં મહિલા મંડળની ગૃપની લોન અંગનું કલેકશન કરવા ગયા હતાં તે દરમ્યાન મિત્ર કિશનભાઈના બાઈકમાં પેટ્રોલ ખુટી ગયું હોવાનો ફોન આવતાં તેઓને પેટ્રોલ આપવા જઈ રહ્યાં હતાં તે દરમ્યાન ઢેઢાળ-વાસણાથી સાંકોળ રોડ તરફ સુમસામ જગ્યાએ બાઈક ઉપર બે અજાણ્યા શખ્સો મોઢે બાંધીને આવ્યા હતાં અને લોખંડનો સળીયો બતાવી બાઈક ઉભું રખાવી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી મહિલા મંડળોના લોનના હપ્તાની ઉઘરાણીના રોકડ રૂા.૧.૫૦ લાખ તેમજ ટેબલેટ, મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ મુકેલ થેલાની ફિલ્મી ઢબે લુંટ કરી નાસી છુટયાં હતાં. જે અંગે ભોગ બનનાર ફિલ્ડ ઓફીસરે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં બાવળા પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી.

જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશન કાળુભાઈ ગોહેલ રહે.જુવાલ તા.બાવળાવાળો ફરિયાદી રૂપિયાની ઉઘરાણી કરી પરત બેન્ક જતા હોવાની હકિકતથી વાકેફ હોય અને બાઈકમાં પેટ્રોલ પુરૂ થઈ ગયું હોવાનું જણાવી પેટ્રોલ મગાવતા શકદાર ઈસમ કિશનની તપાસમાં બાતમીદારોનો સંપર્ક હોવાની બાતમીના આધારે શકદાર કિશનભાઈ કાળુભાઈને સાંકોળ ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને વધુ ૫ુછપરછ કરતાં આગવી ઢબે અન્ય સહ આરોપીઓ સાથે લુંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય આરોપીઓ ચેતનભાઈ રધુભાઈ મકવાણા રહે.વાસણા ઢેઢાળ તા.બાવળા, જગદીશભાઈ ઉર્ફે જગી પ્રહલાદભાઈ ગોહેલ રહે.જુવાલ તા.સાણંદ, કવાભાઈ ઉર્ફે ગવો નાનુભાઈ ચૌહાણ રહે.વાસણા ઢેઢાળ તા.બાવળા, અરવિંદભાઈ પુજાભાઈ મકવાણા રહે.વાસણા ઢેઢાળ તા.બાવળા અને શકદાર કિશનભાઈ કાળુભાઈ સહિત પાંચ શખ્સોને રોકડ રૂા.૧.૫૦ લાખ તથા ટેબલેટ કિંમત રૂા.૫,૦૦૦ તથા મોબાઈલ ફોન કિંમત રૂા.૧,૦૦૦ સહિતનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35YIswR
via IFTTT

Post a Comment

Previous Post Next Post