
કરોડોનાં ઉઘરાણાં બાદ હવે દંડ ઘટાડવાનું સૂઝ્યું
રાજ્ય સરકાર દંડની રકમ ઘટાડવા ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરશે,સબંધિત વિભાગોને સૂચના અપાઇ
અમદાવાદ : કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ છે ત્યારે રાજ્ય સરકારે હવે માસ્ક નહી પહેરવાનો દંડમાં ઘટાડો કરવા નક્કી કર્યુ છે.માસ્ક નહી પહરવાનો દંડ હવે એક હજાર નહી પણ રૂા.500 લેવાશે. આ મુદ્દે સરકાર ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરશે.
કરોડો રૂપિયા દંડ પેટે ઉઘરાવ્યા બાદ સરકારે જાણે દંડ ઘટાડવા રાજકીય ત્રાગુ રચ્યુ છે. કોરોનાના કેસો વધતાં સરકારે માસ્ક પહેરવાનુ ફરજિયાત બનાવ્યુ હતું. એટલું જ નહી,માસ્ક પહેરવામાં લાપરવાહી દાખવનારાને રૂા.1 હજાર દંડ ફટકારવા સરકારે નક્કી કર્યુ હતું.
અત્યાર સુધી આખાય રાજ્યમાં પોલીસે લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂા.200 કરોડથી વધુનો દંડ ઉઘરાવ્યો છે. કોરાનાકાળમાં આિર્થક પરિસિૃથતી ડામાડોળ હોવા છતાંય પોલીસે લોકોને દંડ ફટકાર્યો હતો.
હવે જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર લોકોની વાહવાહી મેળવવા પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે હવે કરોડો રૂપિયા ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવી લેવાયા છે ત્યારે હવે સરકારને દંડની રકમ ઘટાડવા સુઝ્યુ છે.
રાજ્ય સરકાર આગામી દિવસોમા ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ એક હજાર નહી પણ રૂા.500 લેવા રજૂઆત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સબંિધત વિભાગોને હાઇકોર્ટમાં રજૂઆત કરવા માટે સૂચના આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gTGMLn
via IFTTT
Post a Comment