
મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારીથી ઠેર ઠેર દબાણો
જી.બી. શાહ કોલેજ પાસેના ટીપી રોડ પરના દબાણો હટાવાયા પૂર્વના અનામત પ્લોટોમાં તો પાકા બાંધકામો થઈ ગયા છે
અમદાવાદ : અમદાવાદના મ્યુનિ.ના, ઔડાના અને સરકારી પ્લોટોમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણો થઈ જાય છે. પશ્ચિમ ઝોનના ટીડીઓ ખાતાના કાફલાએ આજે વાસણામાં સ્વામિનારાયણ પાર્ક પાસે ટી.પી. 94 ના ફાઇનલ પ્લોટ નંબર 49માં કોમર્શીયલ પ્રકારના બાંધકામો ગેરકાયદેસર રીતે થઈ ગયા હતા.
4891 ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટનો હેતુ સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેનો નક્કી કરાયો છે. પ્લોટની કિંમત 48 કરોડ જેટલી ગણાય છે. આ ઉપરાંત જી બી શાહ કોલેજ પાસે અને રાજયશ રોડ પરના દબાણો હટાવીને વાહનોની અવર-જવર માટે ટીપી રોડને ખુલ્લો મુકવામાં આવ્યો છે. વાસણાના પ્લોટ જેવા જુદા જુદા વિસ્તારોના અનેક પ્લોટો પર દેખરેખના અભાવે દબાણો થઈ ગયેલાં છે.
કેટલાક પ્લોટોમાં તો ગોડાઉન કે દુકાનો થઈ ગઈ હોય છે. બે વર્ષ પહેલાં પૂર્વના એક પ્લોટમાં તો કોઇએ ખેડાણ કરીને પાક ઉગાડયો હતો. મ્યુનિ.ને મોડે મોડે ખબર પડી ત્યારે તે ખેતરનો કબજો મેળવ્યો હતો. શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો થઈ જાય છે એનું એક કારણ એ પણ છે કે 40 ટકા કપાત બાદ મ્યુનિ. તંત્ર સમયસર કપાતવાળા પ્લોટનો કબજો મેળવતું નથી. જેથી ત્યાં બાંધકામો થઈ જાય છે.
પૂર્વના અનેક પ્લોટોમાં આ રીતે બાંધકામો થયેલાં છે. જમીનનું ટાઇટલ ક્લીયર ના હોય તો જ બિલ્ડર પ્લાન પાસ કરાવવા જતો નથી. ટીડીઓ ખાતાના નીચેના અધિકારીઓ અને અરજીઓ કરનારાઓ હપ્તા લઈ આવે છે. આવી સ્કીમોના બાંધકામો તો ઇમ્પેક્ટ-ફીમાં પણ ક્લીયર થઈ શકતા નથી.
સીલ કરેલી મિલકતો ક્યારે ખૂલશે તે પ્રશ્ન
મ્યુનિ.એ બી.યુ. પરમીશન વગર જ ઉપયોગ ચાલુ કરી દેવાયો હોય તેવી 2557 મિલકતો ગઈ તા. 31મીથી શરૂ કરાયેલી ઝુંબેશ દરમ્યાન સીલ થયેલી છે. જેમાં 1295 તો દુકાનો-ઓફિસો છે, 92 રેસ્ટોરન્ટ છે, 49-શાળા- કોલેજો છે. કેટલિક મોટી હોટેલો છે. આ 'સીલ' ક્યારે અને કઈ પદ્ધતિથી ખુલશે તે જ નક્કી ના હોવાથી આ વેપારીઓના ધંધા-વ્યવસાયો ઠપ્પ થઈ ગયા છે. કોરોનાના માર પછીનો આ બીજો મ્યુનિ.નો માર પડયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UkvNS1
via IFTTT
Post a Comment