
ફાયર એન.ઓ.સી.ન ધરાવતા બિલ્ડીંગો અંગે ફાયરને રોજ એક ડઝનથી વધુ ફરિયાદો મળે છે
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ શુક્રવારે વધુ 452 હાઈરાઈઝ રેસિડેન્શિયલ વપરાશ સહીત કુલ 542 બિલ્ડીંગોને ફાયર એન.ઓ.સી.મેળવી લેવા અંતિમ નોટિસ આપવામાં આવી છે.
દરમ્યાન શહેરમાં ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડીંગો અંગે ફાયર વિભાગને રોજ એક ડઝનથી વધુ ફરીયાદો મળી રહી હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 3249 બિલ્ડીંગોને ફાયર વિભાગ દ્વારા એન.ઓ.સી.મેળવી લેવા અંતિમ નોટિસ આપી છે.ગુરૂવારે હાઈરાઈઝ રેસિડેન્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતા 405 અને હાઈરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતા 137 બિલ્ડીંગોનો પણ આમાં સમાવેશ થાય છે.
ફાયરના એક અધિકારીના કહેવા પ્રમાણે,જયારથી ફાયર એન.ઓ.સી.મામલે નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ફાયર વિભાગના ફોન ઉપર તેમજ લેખિતમાં રોજ એક ડઝનથી પણ વધુ અલગ અલગ વિસ્તારોમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી.ના હોવાની અથવા ફાયર સિસ્ટમ ના હોવા અંગેની કે સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં ના હોવાની ફરીયાદો મળી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35XeAAA
via IFTTT
إرسال تعليق