
25 વિષયોમાં પરીક્ષા લેવાશે: 11 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો આ વર્ષે વહેલુ નોટિફિકેશન જાહેર થતા ઉમેદાવરોને રાહત
અમદાવાદ : યુનિ.-કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની જરૂરી એવી સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટનું નોટિફિકેશન જાહેર થઈ ગયુ છે અને જે મુજબ 26મી ડિસેમ્બરે પરીક્ષા લેવાશે. આ વર્ષે સમયસર નોટિફિકેશન જાહેર થતા ઉમેદવારોને રાહત થઈ છે.
લેક્ચરશિપ-આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની યુજીસી દ્વારા લેવાતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટની જેમ રાજ્ય સરકારના નિયમો મુજબ જીસેટ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ લેવામા આવે છે.
આ ટેસ્ટ લેવા માટે સરકાર દ્વારા વડોદરાની એમ.એસ.યુનિ.ને કામગીરી સોંપાઈ છે અને ટેસ્ટિંગ એજન્સી એવી એમ.એસ.યુનિ.દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવાય છે.તાજેતરમાં જીસેટ-2021નું નોટિફિકેશન જાહેર કરી દેવાયુ છે અને જે મુજબ 26મી ડિસેમ્બરે પરીક્ષા લેવાશે.
આ વર્ષે 25 વિષયોમાં પરીક્ષા લેવાશે અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજ ,પાટણ, વીવી નગર,વલસાડ,ગોધરા અને જુનાગઢ અને ભાવનગર સહિતના 11 શહેરોના કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે ઉમેદવારો 21 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે અને 21 જુલાઈ સુધી ફી ભરી શકશે.ગુજરાત રાજ્ય બહારના અનામત કેટેગરીના જે ઉમેદવારો આ પરીક્ષા આપે તેઓ જનરલ કેટેગરીમાં જ ગણવામા આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhBYOS
via IFTTT
إرسال تعليق