અમદાવાદ,તા.23 જૂન 2021, બુધવાર
અમદાવાદથી પસાર થતી ૧૮ ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં મુસાફરો ઘટી જતા આ ટ્રેનો અગાઉ બંધ કરી દેવાઇ હતી.
અમદાવાદ-મુંબઇ -અમદાવાદ શતાબ્દી, હાપા-મડગાંવ-હાપા, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, ભાવનગર-કોચુવેલી-ભાવનગર, પોરબંદર-કોચુવેલી-પોરબંદર, પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર, મહુવા-બાન્દ્રા ટર્મિનસ-મહુવા, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની ટ્રેનો ફરીથી ચાલુ કરાઇ છે.
બીજી તરફ અમદાવાદથી ઉપડતી અને પસાર થતી પુરી જતી ૧૨ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરીને ખુર્દા રોડ સુધી જ દોડાવાશે. આ ટ્રેન થોડા દિવસ માટે હવે પુરી સુધી નહીં જઇ શકે. પુરી જગન્નાથજીની રથયાત્રા અને કોરોના સંક્રમણને જોતા રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vOy6Kd
via IFTTT
إرسال تعليق