અમદાવાદ,તા.25 જૂન 2021, શુક્રવાર
અમદાવાદ જિલ્લા સુરક્ષા કચેરી દ્વારા ત્રીજી જાતિના લોકોનું કોરોના રસીકરણ કરાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. જેમાંથી ગઇકાલે પ્રથમ દિવસના રસીકરણ કેમ્પમા ૧૬ જણાને રસી મૂકવામાં આવી હતી.
અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણને સર્વવ્યાપી બનાવવામાં આવે તે માટે રસીકરણ માટેની વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં દૂધેશ્વર વિસ્તારમાં શાહપુર દરવાજા પાસે આવેલા લાલાકાલા કોમ્યુનિટી હોલ ખાતે ત્રીજી જાતિના લોકોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રથમ દિવસે ઉત્સાહભેર લાભાર્થીઓએ રસી મૂકાવી હતી.
સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરિયાના જણાવ્યા મુજબ કોવિડ સામેની લડાઇમાં સમાજનો કોઇ વર્ગ બાકાત ન રહે તે માટે સરકારના દિશાનિર્દેશ મુજબ આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં અમદાવાદમાં રહેતા ત્રીજી જાતિના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
ટ્રાન્સજેન્ડર માટે કાર્યરત સંસ્થાઓની મદદથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને મ્યુનિ.કોર્પોરેશનના સહયોગથી સ્પેશિયલ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું છે. તમામ ટ્રાન્સજેન્ડરોને રસી મૂકવામાં આવે તેનું પુરેપુરૂ ધ્યાન રખાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3haIYwP
via IFTTT
Post a Comment